દિવાળીના તહેવાર અને છઠ્ઠના પૂજા દરમિયાન બહોળી સંખ્યામાં મુસાફરો રાજ્ય બહાર જતા હોય છે ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા આ તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ડિવિઝનથી વિભિન્ન સ્થળો માટે વિશેષ ભાડા સાથે 7 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. જેમાંથી કેટલીક ટ્રેનોનું બુકિંગ શરૂ થઇ ગયું છે. જ્યારે અન્ય ટ્રેનોનું આવતીકાલથી બુકિંગ શરૂ થશે. તો ચાલો જાણો કઇ 7 સ્પેશિયલ દોડાવવામાં આવશે.
ટ્રેન નંબર 09445/09446 સાબરમતી-લખનૌ-સાબરમતી સ્પેશિયલ (કુલ 10 ટ્રીપ)
ટ્રેન નંબર 09445 સાબરમતી-લખનઉ સ્પેશિયલ 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર, 2024 સુધી દર બુધવારે સાબરમતીથી રાત્રે 10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 8.50 વાગ્યે લખનઉ પહોંચશે. તે જ રીતે ટ્રેન નંબર 09446 લખનૌ-સાબરમતી સ્પેશિયલ 31 ઓક્ટોબરથી 28 નવેમ્બર, 2024 સુધી દર ગુરુવારે લખનઉથી રાત્રે 11.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 9.30 વાગ્યે સાબરમતી પહોંચશે.
રૂટ પર બંને દિશામાં, આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, દૌસા, બાંડીકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા અને કાનપુર સેન્ટ્રલ સ્ટેશનો પર ઉભી રહેશે. તેમજ આ ટ્રેનમાં AC 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09461/09462 અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ (કુલ 08 ટ્રીપ)
ટ્રેન નંબર 09461 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ અમદાવાદથી 26 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી દર શનિવારે સવારે 8.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 4.50 વાગ્યે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09462 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ 27 ઓક્ટોબરથી 17 નવેમ્બર, 2024 સુધી દર રવિવારે દાનાપુરથી રાત્રે 9.55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 7.10 વાગ્યે અમદાવાદ પહોંચશે.
રૂટ પર બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બ્યાવરા-રાજગઢ, રૂથિયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, સોની, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં AC 1-ટાયર, AC 2-ટાયર, AC 3-ટાયર, AC 3-ટાયર ઇકોનોમી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09403/09404 અમદાવાદ-બનારસ-અમદાવાદ સ્પેશિયલ (કુલ 06 ટ્રીપ્સ)
ટ્રેન નંબર 09403 અમદાવાદ-બનારસ સ્પેશિયલ અમદાવાદથી 29 ઓક્ટોબરથી 12 નવેમ્બર સુધી દર મંગળવારે રાત્રે 10.40 વાગ્યે ઉપડશે અને ગુરુવારે સવારે 4.05 વાગ્યે બનારસ પહોંચશે. તે જ રીતે ટ્રેન નંબર 09404 બનારસ-અમદાવાદ સ્પેશિયલ બનારસથી 31 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી દર ગુરુવારે સવારે 7.15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 6 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ રૂટ પર બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગ્રા ફોર્ટ, ટુંડલા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ (વાયા પ્રયાગરાજ રામબાગ) અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં AC 1-ટાયર, AC 2-ટાયર, AC 3-ટાયર, AC 3-ટાયર ઇકોનોમી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09467/09468 અમદાવાદ-જયનગર-અમદાવાદ સ્પેશિયલ (કુલ 02 ટ્રીપ)
ટ્રેન નંબર 09467 અમદાવાદ-જયનગર સ્પેશિયલ અમદાવાદથી 25 ઓક્ટોબર, 2024 (શુક્રવાર)ના રોજ સાંજે 4.35 વાગ્યે ઉપડશે અને રવિવારે સવારે 7.30 વાગ્યે જયનગર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09468 જયનગર-અમદાવાદ સ્પેશિયલ, જયનગરથી 27 ઓક્ટોબર, 2024 (રવિવાર)ના રોજ સવારે 10.30 વાગ્યે ઉપડશે અને મંગળવારે રાત્રે 1.15 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ રૂટ પર બંને દિશામાં, આ ટ્રેન ગેરતપુર, નડિયાદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, દમોહ, કટની મુડવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિક્કી, મિર્ઝાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, પાટલીપુત્ર, હાજીપુર, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા અને મધુબની સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં AC 1-ટાયર, AC 2-ટાયર, AC 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09597/09598 રાજકોટ-ગોરખપુર-રાજકોટ સ્પેશિયલ (કુલ 10 ટ્રીપ)
ટ્રેન નંબર 09597 રાજકોટ-ગોરખપુર સ્પેશિયલ રાજકોટથી 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર, 2024 સુધી દર બુધવારે બપોરે 3.15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 9.30 વાગ્યે ગોરખપુર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09598 ગોરખપુર-રાજકોટ સ્પેશિયલ, 01 નવેમ્બરથી 29 નવેમ્બર, 2024 સુધી દર શુક્રવારે રાત્રે 1 વાગ્યે ગોરખપુરથી ઉપડશે અને બીજા દિવસે સવારે 10 વાગ્યે રાજકોટ પહોંચશે.
આ રૂટ પર બંને દિશામાં આ ટ્રેન વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધી નગર જયપુર, દૌસા, બાંડીકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, શિકોહાબાદ, ઇટાવા, ગોવિંદપુરી, ઉન્નાવ, લખનઉ, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં AC 2-ટાયર, AC 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09003/09004 વાપી-દિલ્હી-વાપી સ્પેશિયલ (કુલ 02 ટ્રીપ)
ટ્રેન નંબર 09003 વાપી-દિલ્હી સ્પેશિયલ વાપીથી 25 ઓક્ટોબર, 2024 (શુક્રવાર)ના રોજ બપોરે 12.55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.45 વાગ્યે દિલ્હી પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09004 દિલ્હી-વાપી સ્પેશિયલ દિલ્હીથી 26 ઓક્ટોબર, 2024 (શનિવાર)ના રોજ સવારે 11.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 9.30 વાગ્યે વાપી પહોંચશે.
બંને દિશામાં આ ટ્રેન વલસાડ, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, અજમેર, જયપુર, દૌસા, અલવર, રેવાડી અને ગુડગાંવ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં AC 2-ટાયર અને AC 3-ટાયર ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09021/09022 ઉધના-ભાવનગર-ઉધના સ્પેશિયલ (કુલ 20 ટ્રીપ)
ટ્રેન નંબર 09021 ઉધના-ભાવનગર સ્પેશિયલ 28 ઓક્ટોબરથી 30 ડિસેમ્બર, 2024 સુધી દર સોમવારે ઉધનાથી રાત્રે 10.05 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.45 વાગ્યે ભાવનગર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09022 ભાવનગર-ઉધના સ્પેશિયલ દર મંગળવારે સાંજે 7 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 7.10 વાગ્યે ઉધના પહોંચશે.
બંને દિશામાં આ ટ્રેન ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીગ્રામ, સરખેજ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, સોનગઢ, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ચેરકાર, સ્લીપર, સામાન્ય ચેરકાર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ હશે.
ટ્રેન નંબર 09467 અને 09003 માટે બુકિંગ શરૂ છે અને ટ્રેન નંબર 09445, 09597, 09461, 09403, 09021, 09022 માટે બુકિંગ આજથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.