અબતક, રાજકોટ
સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળા, પેલેસ રોડ ખાતે સંગમસ્નેહી કુ. રોશનીબેન નલીનભાઇ આશરાના 1ર ડિસેમ્બરના આયોજીત જૈન ભાગવતી દીક્ષા મહોત્સવ પ્રસંગે ગોંડલ સંપ્રદાયના દીક્ષા પ્રદાતા પૂ. ધીરગુરુદેવ એવં તત્વવેતા પૂ. વનિતાબાઇ મ.સ. આદિ, પૂ. વિમળાજી મ.સ. આદિ ઠાણાનો મંગલ પ્રદેશ તા. 1-12-21 ને બુધવારે યોજાયેલ છે.
સંઘના મંત્રીઓ કમલેશ મોદી અને બકુલેશ રૂપાણીની સંયુકત યાદીમાં જણાવ્યાનુસાર પૂ. ગુરુદેવ તથા મહાસતીજીવૃંદ બુધવારે સવારે 7.45 કલાકે શ્રી મુળવંતભાઇ દોમડીયા ચોક, રાજશ્રી સિનેમા પાસે, ભુપેન્દ્ર રોડ ખાતેથી દીક્ષાર્થી રોશનીબેન સહિત સ્વાગત યાત્રાનો પ્રારંભ થશે જે મયૂરભાઇ ભૂપતલાલ શાહ (દિવાનપરા પોલીસ ચોકી પાસે) ના નિવાસે સંઘ પૂજન બાદ વિરાણી પૌષધશાળામાં મંગલ પ્રવેશ સમારોહમાં ફેરવાયા બાદ સ્વાગત કાર્યક્રમ યોજાશે.
જયારે તા. રને ગુરૂવારથી રોજ સવારે 9 કલાકે સમૂહ ભકતામર અને 9.30 કલાકે ‘સંજમં ઉવસંયજજામિ’ વિષય પર પ્રવચનનું ‘ધીર પ્રવચન ધારા’નું યુ ટયુબ ચેનલમાં લાઇવ પ્રસારણ કરાશે.
બૃહદ રાજકોટના સંઘો દ્વારા દીક્ષાર્થી રોશનીબેનનું સન્માન તા.પને રવિવારે સવારે 10.00 કલાકે યોજાશે. તા.6 ને સોમવારે બપોરે 2.30 થી 4 કલાકે સમસ્ત મહિલા મંડળના બહેનો માટે મહિલા જ્ઞાન શિબિર યોજાશે.દીક્ષા પ્રસંગે બોટાદ સંપ્રદાયના પ્રવર્તિથી પૂ. સવિતાબાઇ મ.સ. આદિ ઠાણા રાજકોટ શ્રમજીવી ઉપાશ્રયે બુધવારે પધારશે.સમગ્ર મહોત્સવને સફળ બનાવવા સંઘ પ્રમુખ શ્રી હરેશભાઇ વોરા તથા સંઘ સેવકો મહિલા મંડળ વગેરે જહેમત ઉટાવી રહેલ છે.
પ્રવચન ધારાનું લાઇવ પ્રસારણ ‘અબતક’ ચેનલ, ફેસબુક પેજ અને યુટયુબ ચેનલ પર થશે લાઈવ પ્રસારણ
રાજકોટ જૈન મોટા સંઘમાં દીક્ષા મહોત્સવ પ્રસંગે પૂ. ધીરગૂરૂદેવ અને મહાસતીજીઓનું કાલે પદાર્પણ હોય તો આ તકે પ્રવચન ધારાનું લાઈવ પ્રસારણ ‘અબતક’ ચેનલ, ફેસબુક પેજ અને યુટયુબ પર થશે જયારે 2 ડીસેમ્બરથી 10 દિવસ સુધી દરરોજ સવારે 9.30 કલાકે ‘સંજમં ઉપસંયજજામિ’ વિષય પર નધીર પ્રવચન ધારાથ દરરોજ લાઈવ નીહાળી શકાશે.