ચાંદની પડવો અથવા ચંડી પડવો એ સુરતમાં ઉજ્વાતો તહેવાર છે જેમાં સુરતી લોકો ઘારી, ભુસું (ફરસાણ) ખાય છે. હિન્દુ પંચાંગ અનુસાર શરદ પૂર્ણિમાના પછી એક દિવસે આ તહેવાર આવે છે.
સુરત આગામી 29 ઓક્ટોબરને રવિવારના રોજ ચંદી પડવો છે ત્યારે શહેરની ડેરીઓ અને મીઠાઈની દુકાનોમાં સુરતીઓની પ્રિય ઘારી બનવવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરની સુમુલ ડેરી આ વર્ષે ૧૦૦ ટન ઘારીના વેચાણનો ટાર્ગેટ રાખ્યો છે. તેમજ સ્વાદના શોખીન સુરતીઓના ટેસ્ટને જાળવી રાખીને તેમને માટે સ્વાદિષ્ઠ અને સ્વાસ્થ્ય વર્ધક ઘારી તૈયાર રાખવા આવી છે.
દર વર્ષે શહેરમાં ચંદી પડવા નિમિત્તે સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી ચાઉથી આરોગતા હોય છે. આ વર્ષે પણ ધામધૂમથી પર્વની ઉજવણી કરવામાં આવશે. કોરોના સમયે સતત બે વર્ષ ચંદી પડવાની ઉજવણી થઈ શકી ન હતી. જયારે આ વર્ષે સુમુલ દ્વારા તમામ પ્રકારે તૈયારી કરી દેવામાં આવી છે. સ્વાદના શોખીન લોકોના ટેસ્ટને જાણતા સુમુલ ડેરી દ્વારા ઘારી અને ભૂસું તૈયાર કરવામાં આવ્યા છે. તમામ રીતે તૈયારીઓ પરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ ગત વર્ષ કરતા આ વર્ષે ૧૦૦ ટન ઘારીના વેચાણનો ટાર્ગેટ રાખવા આવ્યો છે.
સુમુલ ડેરી દ્વારા ૨૫૦ અને ૫૦૦ ગ્રામમાં ઘારીના પેકેટ તૈયાર કરવા આવ્યા છે. જયારે ભૂસું પણ પેકેટમાં તૈયાર કરાયું છે. જયારે આ વર્ષે ઘારીમાં ૨૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી લોકોને ૫૦૦ ગ્રામ ઘારીનું પેકેટ ૩૬૦ રૂપિયામાં પડશે. જે સુમુલના તમામ પાર્લર પરથી મળી રહેશે.