વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બરૂની ક્લમ, પીંછી, કંકુ, ચોખા વગેરેનો ઉપયોગ
સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનના 75 વર્ષ નિમિત્તે યોજાઈ રહેલ અમૃત મહોત્સવનું આમંત્રણ સંતોએ આપ્યું. ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સેવા પ્રવૃત્તિના સમન્વય સાથે યોજાઇ રહેલ આ મહોત્સવમાં દેશ વિદેશમાંથી હજારો ભાવિકો પધારશે.ગુરુકુલ પરિવાર તેમજ સંપ્રદાયના સંતો મહંતો, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ચ રાકેશપ્રસાદજી મહારાજ , સમાજમાં તન મન ધનથી વિવિધ સેવારત રહેલ સજજનો, રાજકોટમાં શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતા સંચાલકો, આચાર્યઓ, સમાજ સુધી સંસ્થાઓના સેવા કાર્યોને જન જન સુધી પહોંચાડી રહેલા પ્રિન્ટ તથા દ્રશ્ય મીડિયાઓ,સરકારી, અર્ધ સરકારી જવાબદારીઓ સંભાળતા તેમજ રાજદ્વારી મહાનુભાવોને સંતોએ પત્રિકાઓ લખવાનો પ્રારંભ કર્યો હતો. પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર મલ્ટી કલરમાં પ્રિન્ટ થયેલ 20 પેજની પત્રિકાઓ ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી,ધર્મવલ્લભદાસજી સ્વામી, નારાયણપ્રસાદદાસજી સ્વામી વગેરે 17 સંતોએ ભગવાનની સાનિધ્યમાં લખેલ. ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીએ પ્રથમ પત્રિકા ભગવાન સ્વામિનારાયણને લખીને અર્પણ કરેલ. પછી ઉત્સવના મુખ્ય યજમાનોને નિમંત્રણ પાઠવ્યું હતું.
જ્યારે મહંત સ્વામી દેવ પ્રસાદદાસજી સ્વામીએ આઉટસ્ટેટ તથા અમેરિકાના ભક્તોને, ધર્મવલ્લભદાસજી સ્વામીએ દક્ષિણ ગુજરાતના ભક્તોને, અન્ય સંતો નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, ભક્તિવલભદાસજી સ્વામી, સંત સ્વામી, શ્વેતવૈકુંઠ સ્વામીવગેરે સંતોએ જિલ્લાનુસાર ભક્તોને પત્રિકાઓ લખવાની શરૂઆત કરેી પત્રિકા આલેખન મહોત્સવની પૂર્વ તૈયારી શ્રી આદર્શ સ્વામી, સત્યસંકલ્પ સ્વામી, ચરણપ્રિય સ્વામી , શ્રી અનંત સ્વામી, નરનારાયણ સ્વામી, નીલકંઠ ભગત, બાલુભગત વગેરેએ કરેલ.