ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમનાં મંદિર દર્શને રોજ સેંકડો લોકો આવે છે. મા અંબાના પ્રાગટયની કથા મુજબ દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતાં સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકરે સતીના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડવ નુત્ય કરી , પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું. દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગેનો વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાંઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યાં હતા, જે અલગ અલગ ૫૧ શક્તિપીઠરૂપે પ્રસ્થાપિત થયેલ છે.
રાજ્યમાં માં અંબાનો પાટોત્સવ ખુબ જ ધામધુમથી મનાવવામાં આવતો હોય છે ત્યારે માં અંબેના પ્રાગટ્ય દિવસ નિમિતે ખેડબ્રહ્મા મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પોષ પુનમને લઇ ખેડબ્રહ્મા નાના અંબાજીમાં ભક્તોએ માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કોરોના મહામારીનાં બે વર્ષ પછી પોષ પૂનમે ભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા.
ખેડબ્રહ્મા મંદિરમાં મા અંબાના પ્રગટ્ય દીવસ દરમિયાન માતાજીને વિશેષ અન્નકૂટ, ૫૬ ભોગ જેવી વિશેષ પુજા અર્ચના કરવામાં આવશે. આશરે ૨ લાખ કરતાં પણ વધુ ભક્તો માતાજીના દ્વારે શીશ જુકાવશે. મંદીર ટ્રસ્ટ દ્વારા પોષ સુદ પૂનમ નિમિત્તે ભકતોને કોઈપણ પ્રકારની અવગણતા ઉભી નો થાય તેની કાળજી રાખવામાં આવે છે. ખેડબ્રહ્મા તાલુકા શહેર મકાનો મહોલ્લા અને જાહેર સ્થળો પર દીપ પ્રાગટ્ય નું આયોજન કરવામાં આવ્યું છે. મંદીર ટ્રસ્ટી મંડળ દ્વારા સાંજે મહા આરતી યોજી કેક કાપી માતાજીનાં પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવશે.