Vyo દ્વારા એક લાખ પ્રજ્ઞા ચક્ષુઓને નિ:શુલ્ક આધુનિક સ્માર્ટ સ્ટિક અપાશે
18.51 કરોડના ખર્ચે દેશભરના અંધજનોને સ્માર્ટ
સ્ટિક પ્રદાન કરવાનું કાર્ય તબકકાવાર સંપન્ન થશે
વિશ્ર્વભરમાં ભારતીય સંસ્કૃતિની સુવાસને પ્રસરાવવા અને ધર્મ સાથે માનવ સેવા, સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાને વરેલી વેશ્ર્વિક સંસ્થા વલ્લભ યુથ ઓગેનાઇઝેશન (Vyo ) સંસ્થાના સંસ્થાપક વૈષ્ણવાચાર્ય પૂજય વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી વિશ્ર્વના 15 દેશોમાં સેવાકીય કાર્યો અર્થે અગ્રેસર છે.
તા. 7-5 ના રોજ સનાતન વૈદિક ધર્મના મુખય આચાર્યોમાં, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક જગદગુરુ શ્રીમદ્દ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 544મો પ્રાદુર્ભાવ ઉત્સવ વિશ્ર્વનો સમસ્ત વૈષ્ણવ સમુદાય આનંદભેર ઉજવશે, ત્યારે આ અલૌકિક ઉત્સવે માનવતાની સુવાસ પ્રસરાવવાના શુભાશયથી વૈષ્ણવાચાર્ય પુજય વ્રજરાજકુમારજી મહોદયની મંગલ પ્રેરણાથી being blind being strongar અભિયાન અંતર્ગત પ્રજ્ઞાચક્ષુઓ અર્થે રાષ્ટ્રીય અભિયાન કાર્યરત થવા જઇ રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત Vyoદ્વારા ભારતના એક લાખ પ્રજ્ઞા ચક્ષુઓને તબકકાવાર સ્માર્ટ સેન્સર ધરાવતી રૂપિયા 1851/- ની સ્ટિક નિ:શુલ્ક અર્પણ કરવામાં આવશે. પ્રજ્ઞા ચક્ષુઓના જીવનની રાહને સરળ કરવાનો પ્રયાસ આ અભિયાન થાકી સંપન્ન થશે. ત્યારે મહાપ્રભુજીના પ્રાદુર્ભાવ ઉત્સવ નીમીતે તા. 7-5-21 શહેરના વ્રજધામ આઘ્યાત્મિક સંકુલ માંજલપુર, વડોદરા ખાતે વૈષ્ણવાચાર્ય પુજય વ્રજરાજકુમારજી મહોદયના સાનિઘ્યમાં આ અભિયાનને આરંભાશે.
આ સાથે તા. 7-5-21 ના રોજ એક સાથે ભાવનગર, જામનગર, દાહોદ, કરમસદ, અમદાવાદ, સુરત, જુનાગઢ, ધોરાજી, આણંદ, રાજકોટ, લુણાવાડા, પેટલાદ, ઉમરેઠ, મુંબઇ, નંદુરબાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છતીસગઢ, ઝારખંડ વિદર્ભ આંધ્ર પ્રદેશ અને તામિલનાડુ સ્થિત વીવાયઓ ની શાખાઓ દ્વારા પ્રજ્ઞા ચક્ષુઓને આધુનિક સ્માર્ટ સેન્સર ધરાવતી સ્ટિક નિ:શુલ્ક પ્રદાન કરશે. આવનાર સમયમાં સમગ્ર ભારતમાં કુલ રૂપિયા 18,51,00,000 (અઢાર કરોડ એકાવન લાખ)ના ખર્ચે એક લાખ પ્રજ્ઞા ચક્ષુઓને સ્માર્ટ સ્ટિક પ્રદાન કરવાનું કાર્ય તબકકાવાર સંપન્ન થશે.
અત્રે ઉલ્લેનીય છે કે સેવા, સંગઠન અને સત્કાર્યના મંત્રને આત્મસાત કરવાના આશયથી આજે સામાન્ય માણસને આનંદમય જીવનશૈલી તરફ અગ્રેસર કરવા વ્યો સતત કાર્યરત છે. ત્યારે સમયાંતરે સમાજ અને સામાન્ય માણસ સુધી માનવતાની હુંફ પ્રદાન કરવાના વિવિધ સેવાકીય પ્રકલ્યો વીવાયઓના માઘ્યમથી આજે સમુચિત રાષ્ટ્ર અને વિશ્ર્વમાં કાર્યરત છે. જેના થકી જરુરીયાત ધરાવતા લાખો લોકોને રાહત પહોચાડવાનો અભિગમ સાકાર બની રહ્યો છે.