નવા રેસકોર્સમાં તળાવનું ‘અટલ સરોવર’ નામાભિધાન
સુજલામ્ સુફલામ્ જળ અભિયાન ભારતનું સૌથીથી મોટું જળ સંચય અભિયાન છે: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
રાજકોટમાં ૧૫૦ વર્ષ બાદ નવા તળાવના નિર્માણનો પ્રારંભ: મહાનગરપાલિકા, નગરપાલિકાઓનું ગટરનું પાણી રીસાકલીંગ કરી પુન: ઉપયોગ કરવા માટે રાજ્ય સરકાર પોલીસી બનાવશે
ગુજરાતમાં શરૂ કરવામાં આવેલું સુજલામ્ સુફલામ્ જળ અભિયાન ભારતનું સૌી મોટું જળ સંચય અભિયાન છે અને જળસંગ્રહની દિશામાં ગુજરાતે દેશની આગેવાની લીધી છે. આ અભિયાનને પરિણામસ્વરૂપ ગુજરાત પાણીદાર બનશે. પીવાનું પાણી, ગૃહવપરાશ, ખેતી અને સિંચાઇ માટેના પાણીની અછત ભૂતકાળ બની જશે. તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં નવા રેસકોર્સમાં નિર્માણાધિન તળાવને ઉંડા ઉતારવાના કામના આરંભ વેળાએ જણાવ્યું હતું. આ તળાવને અટલ સરોવર એવું નામાભિધાન કર્યું હતું.
જળ અભિયાન સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં એક માસ સુધી આ અભિયાન ચાલશે. ૧૩ હજાર જેટલા નાના મોટા તળાવો ઉંડા ઉતારવામાં આવશે. ૩૪ નદીઓનું શુદ્ધિકરણ કરવામાં આવશે. આ નદીઓના ઓવારા સાફ કરવામાં આવશે. રાજ્યમાં વિવિધ સ્ળે પાણી પહોંચાડતી ૫ હજાર કિલોમિટર કેનાલની સફાઇ કરવામાં આવશે. પાણી પુરવઠા બોર્ડની ૫ હજાર કિલોમિટરની લાઇન ઉપર એરવાલ્વ દુરસ્ત કરવામાં આવશે.
જળ અભિયાનમાં ગુજરાતના નાગરિકોનો તન, મન અને ધની સહયોગ મળતા એ હવે જન આંદોલન બની ગયું છે, એમ ભારપૂર્વક જણાવતા રૂપાણીએ ઉમેર્યું કે લોકો પાણીનું મહત્વ સમજતા યા છે. જલ છે તો કાલ છે. પાણી કુદરતની દેન છે, એનો વિવિકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ. એટલે જ ગુજરાતમાં નાત, જાત, ધર્મના ભેદભાવ મીટાવી સૌ કોઇ એક બની જળ સંચયના પુણ્યશાળી કામમાં લાગી ગયા છે. એટલે જ પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે.
મુખ્યમંત્રીએ કહ્યું આ વખતે આઇએમડીનો વર્તારો આવ્યો છે કે, વરસાદ સો ટકાના પ્રમાણમાં પડશે. એટલે, આપણે સમયસર જળ સંચયનું ભાગિરી કાર્ય ઉપાડ્યું છે. એક માસના અંતે ૧૧ હજાર લાખ ઘન મિટર પાણીનો સંગ્રહ થશે. મતલબ કે, જળાશયોમાંથી આટલા પ્રમાણમાંથી માટી નીકળશે. આ માટી ખેડૂતોને, સરકારી કામોમાં રોયલ્ટી વિના સાફ નિ:શુલ્ક આપવામાં આવે છે. આ કાંપ ફળદ્રુપ હોવાથી ખેતીમાં ખૂબ જ ઉપયોગી નીવેડે છે.
રાજકોટ શહેરમાં રાજાશાહી વખતે બનેલા તળાવ સિવાય અન્ય કોઇ નવું તળાવ બન્યું ની, એ વાતનું સ્મરણ કરાવતા રૂપાણીએ કહ્યું કે, નવા રેસકોર્સનું આ તળાવ આપણા સૌ કોઇની મહેનતની બનશે. નવી પેઢીને આ તળાવ આપણી ભેટ બની રહેશે. નવા રેસકોર્સના તળાવ નિર્માણમાં જોડાઇ શ્રમદાર આપનારા સૌ કોઇને મુખ્યમંત્રીએ બિરદાવ્યા હતા. તેમણે આ તળાવને અટલ સરોવર એવું નામાભિધાન કરતા લોકોએ તેને વધાવી લીધું હતું. રાજકોટ શહેરમાં ૧૫૦ વર્ષ બાદ નવું તળાવ બની રહયું .
પ્રકૃતિના જતનની દિશામાં સરકારની મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકાઓનું ગટરનું પાણી રીસાઇકલ કરીતેનો પુન:ઉપયોગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની પોલીસી એક માસમાં બહાર પાડવામાં આવશે. દરિયાના પાણીને મીઠું બનાવાની યોજના હા ધરવામાં આવી છે. પાણીના શ્રેષ્ઠતમ ઉપયોગ માટે રીસાઇકલ, રીયુજ અને રીડયુસ અને રીર્ચાજ આ બાબતોને મહત્વ આપવામાં આવશે જોડિયા ખાતે રૂ.૮૦૦ કરોડના ખર્ચી ડિસેલિનેશન પ્લાન્ટ નાખવામાં આવશે. આ પાણી પીવાના ઉપયોગમાં લઇ શકાશે. તદ્દઉપરાંત, નર્મદાનું પાણી ભરૂચ પાસે દરિયામાં વહી જાય છે. ખારાશ આગળ વધી રહી છે, ત્યારે, ભાડભૂત ડેમનું નિર્માણ કરવામાં આવશે. નવા રેસકોર્સ ખાતે તળાવ ઉંડા ઉતારવાના મહાકાર્યમાં મુખ્યમંત્રીશ્રી સ્વયં જોડાયા હતા અને શ્રમદાન કર્યું હતું.
રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ મહાનુભાવો અને વિવિધ સમાજનાં અગ્રણીઓ તા વિર્ધાથીઓ દ્વારા શ્રમદાન કરીને તળાવ ઉંડુ કરવાનો પ્રારંભ કર્યો હતો આ તકે, મુખ્યમંત્રી વિજયભાઇએ વધુમાં જણાવ્યુ હતુ કે,રાજય સરકાર દ્વારા તા. ૧ મે ગુજરાત સપ્ના દિની સમગ્ર ગુજરાતમાં લોકભાગીદારી સો જળાશયો-તળાવો ઉંડા કરવા માટે સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ થઇ ગયેલ જે અભિયાન હેઠળ રાજકોટ જિલ્લાનાં ૧૮૨ ગામોમાં સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાન અંતર્ગત ૨૮૨ જેટલા નાના-મોટા તળાવો ચેકડેમનાં કામો કિ ૬.૯૦ ઘ.મી.થીવધારે જળસંગ્રહ પુન:સપન કરાશે.
રાજકોટનાં મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયએ તેમનાં પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યુ કે,મુખ્યમંત્રીનો આભાર કે તેમણે રાજકોટને નવા રેસકોર્સનું નજરાણુ આપ્યુ છે. રાજય અને કેન્દ્રની સરકારે હોસ્પિટલ, માર્ગો,આજી ડેમ પાણી ભરવા જેવા કામો આપેલ છે. રાંદરડા,લાલપરી અને આજી જળાશયની સફાઇ ઝૂંબેશ ઉપાડવામાં આવી છે. રાજય સરકારનાં જળસંચયનાં અભિયાનનાં આહવાનને ઝીલી લીધુ છે. આપણી સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે ત્યારે તેનો સદઉપયોગ કરવો જોઇએ તેવી પણ તેમણે અપીલ કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર બંછાનિધિ પાનીએ સ્વાગત પ્રવચનમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાંી પસાર તી આજી નદીની સફાઇ, શહેરનાં તમામ વોંકળાની સફાઇ તેમજ લાલપરી-રાંદરડા ટવીન લેઇક અને ન્યારી તળાવ માંી કાંપ દુર કરવાની કામગીરી સક્રિય રીતે ઇ રહી છે જેમાં સામાજિક સ;સઓ અને નગરજનોનો મહાનયરપાલિકાને ખુબજ ઉત્સાહભેર સા મળી રહયો છે અને આજી રાજકોટ શહેરનાં રેસકોર્સ-૨ રૈયા વિસ્તારમાં ૪૫ એકરમાં પરાયેલ નેચરલ તળવાને વધુ ઉંડુ ઉતારવાનો યેલ પ્રારંભ કરી રહયા છીએ આ તળવા ઉંડુ ઉતારવા માટે ૪૦ જેસીબી/એકસવેટર અને ૮૦ જેટલા ટ્રેટકરનો ઉપયોગ ૪૦૦ી વધારે એમએલડી જેટલો જળજથ્થોસંગ્રહ થશે જે રાજકોટવાસીઓ માટે કાયમી મહામુલુ નજરાણુ અને આ વિસ્તારનાં જમીન તળ માટે જળ બેંક બની રહેશે
સમારોહમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, , ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઇ ભંડેરી,વશરામભાઇ સાગઠીયા, ભીખાભાઇ વસોયા,પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમીશનર અનુપમસિંહ ગેહલોત, અગ્રણી કમલેશભાઇ મીરાણી, અંજલીબેન રૂપાણી, ડો. દર્શીતાબેન શાહ, નિતીનભાઇ ભારદ્વાજ , જયોતિન્દ્રભાઇ મહેતા,શ્રી મેહુલભાઇ રૂપાણી, મૌલેશભાઇ ઉકાણી, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરેમન પુષ્કરભાઇ પટેલ, વોટર વર્કસ કમિટીનાં ચેરમેન દલસુખભાઇ જાગાણીવગેરે મહાનુભાવો, વિવિધ સમાજનાં અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ- અધિકારીઓ, વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્તિ રહયા હતાં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com