સવારે 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ખુલતા શિવભક્તોની ભારે ભીડ જોવા મળી: સૌરાષ્ટ્રમાં ભક્તોએ જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલિપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથને રિઝવવા વહેલી સવારથી જ શિવમંદિરોમાં પૂજા-અર્ચના અને દર્શનાર્થે લાઇનો લગાવી
ભગવાન ભોળાનાથનો અતિપ્રિય મહિનો એટલે કે શ્રાવણ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, જેના કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે. ભક્તોએ જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલિપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથને રિઝવવા વહેલી સવારથી જ શિવમંદિરોમાં પૂજા-અર્ચના અને દર્શનાર્થે લાઇનો લગાવી છે.
ગીર સોમનાથ ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિરના દ્વાર વહેલી સવારે 4:00 વાગ્યે જ ખોલી દેવામાં આવ્યા છે. સોમનાથ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. જય સોમનાથ અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ શીવમય બન્યું છે.
આજે વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. હજું પણ દર્શનાર્થે શિવભક્તોનો પ્રવાહ આવી રહ્યો છે. સોમનાથ દાદાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતાર લાગી છે.
પાલખી યાત્રા, મહાપૂજા સહિત વિવિધ આયોજન કરાશે
આજરોજ શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોવાથી મંદિરમાં પાલખી યાત્રા, મહાપૂજા સહિત વિવિધ આયોજન કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને અગવડ ન પડે તે માટે સુવિધાઓ ઉભી કરાઇ છે.
શ્રાવણના સોમવારનું મહત્વ
શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને પણ આ મહિનો ખૂબ જ પ્રિય છે. ભોલેનાથને સોમવાર ખૂબ જ પ્રિય છે. તેથી શ્રાવણમાં સોમવારનું મહત્વ વધુ વધી જાય છે. એવી માન્યતા છે કે શ્રાવણમાં આવતા સોમવારે વ્રત રાખવાથી, પૂજા વગેરે કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન શિવ ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ દિવસે ભગવાન શિવને બેલિના પાન, ભાંગ, ધતુરા અને જળ ચઢાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે.
આજે પુષ્પ નક્ષત્રનો સહયોગને
શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, બુધવારથી આરાવાળા દિવસો શરૂ
ગુરુવારે અમાસની વૃદ્ધિ તિથી હોવાથી બુધ ગુરુ અને શુક્ર પિતૃને પાણી અર્પણ કરી શકાશે
આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. રવિવારે સાંજથી શરૂ થયેલું પુષ્ય નક્ષત્ર આજે પણ છે. આમ સોમવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ જોવા મળે છે. ગુરુવારે અમાસની વૃદ્ધિતિથિ છે. આરાવારનો પ્રારંભ બુધવારથી થશે. .જે શુક્રવારે પૂર્ણ થશે. આરાવારા એટલે કે પીપળે તો પાણી રેડવાનું. છેલ્લો સોમવારે શિવજીની ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ ગણી શકાય. ભૂદેવો આ દિવસે શિવજીને એકમૂઠી જવ ચઢાવવાથી મનોકામના સિદ્ધ થશે.આ ઉપરાંત કાળા તલ, ચઢાવવાથી આવ્યું નવગ્રહ શાંતિ થાય છે.
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સાકરવાળુ પાણી ચઢાવવું. જ્યારે જળાભિષેક કરવાથી બધા ફળની પ્રાપ્તિ થશે. આજે શિવલયમાં સાંજે મહાઆરતી, શુક્રવારે પંચનાથ મહાદેવનું ફૂલેકું શ્રાવણ માસના છેલ્લા સોમવારે રાજકોટના તમામ શિવાલયોમાં ભક્તોની સંખ્યા દર્શન માટે વધારે રહેશે. શિવમંદિરોમાં ફૂલ, ફળ, શાકભાજી, રુદ્રાક્ષ, ચોકલેટ, બીલીપત્ર વગેરેથી વિશેષ શણગાર કરાશે. આ ઉપરાંત સાંજે મહાઆરતીનું આયોજન કરાયું છે. દર્શન વહેલી સવારથી ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવશે. પંચનાથ મંદિરે રાજભોગ બાદ બપોરે 3.00 કલાકે ઘીના, વિષ્ણુશૈયાના દર દર્શન ખુલ્લા રવિવાર કલેક નીકળશે. મુકવામાં આવશે. જ્યારે શુક્રવારે અમાસના દિવસે ફુલેકું નીકળશે. આ વખતે શ્રાવણ મહિનામાં બે અમાસ છે.
ગુરુવારે અમાસની વૃદ્ધિ તિથિ છે અને શુક્રવારે સવારે 7.10 કલાક સુધી અમાસ તિથિ છે, પરંતુ ઉદયાત તિથિ આખો દિવસ માન્ય ગણાય. ખાસ કરીને શ્રાવણ મહિનામાં છેલ્લા ત્રણ દિવસોને આરાવારા કહેવામાં આવે છે. આ દિવસો દરમિયાન લોકો પીપળે પાણી રેડતા હોય છે. તો આ વખતે અમાસની વૃદ્ધિ તિથિ હોવાથી પંચાંગ પ્રમાણે બુધવાર,ગુરુવાર અને શુક્રવારે આરાવારા ગણાશે. જ્યારે ધાર્મિક વિધિ માટેની અમાસ ગુરુવારે ગણાશે. મહિનાની શિવરાત્રી બુધવારના દિવસે છે. મંગળવારે પણ ભોમ પ્રદોષ છે. જે ગણપતિ અને શિવજીની ઉપાસના માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ભોમ પ્રદેશના વ્રત માટે ઉપવાસ રહેવાનો હોય છે. સાંજે દિવસ આથમ્યા બાદ ગણેશ અને શિવજીની પૂજા કરવાની હોય છે.