આજે વિધાનસભાનાં ચોમાસુ સત્રનો અંતિમ દિવસ છે. ગુજરાત રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ગુજરાતમાંથી પકડાયેલા ડ્રગ્સ મુદ્દે આજે જવાબ આપશે. જાહેર અગત્યની બાબતો પર આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ નિવેદન રજૂ કરશે.વિવિધ વિભાગના ઓડિટ અહેવાલો મેજ પર મુકાશે.
ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક ગૃહમાં પણ રજૂ કરવામાં આવશે.ભ્રષ્ટ અધિકારીઓ તથા કર્મચારીઓ સહિતના લોકોની સંપત્તિ જપ્ત કરવા અંગેના બિલ પર ચર્ચા કરવામાં આવશે.ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે.કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અંતિમ દિવસનો પ્રસ્તાવ મુકી શકે છે. રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે કોંગ્રેસ પ્રસ્તાવ મુકી શકે છે.
ગૃહમાં વિવિધ સમિતિઓના અહેવાલ રજૂ થશે
ગાંધીનગર વિધાનસભામાં ચોમાસા સત્રનાં આજે અંતિમ દિવસે ટૂંકી મુદ્દતનાં પ્રશ્રોતરી કાળથી બેઠકની શરૂઆત થશે. આજે અંતિમ દિવસે ગૃહમાં અગત્યની બાબતો પર ચર્ચા થનાર છે. જેમાં રાજ્યમં પકડાયેલ ડ્રગ્સ બાબતે ગૃહરાજ્ય મંત્રી જવાબ રજૂ કરશે. તેમજ જાહેર અગત્યની બાબતો પર આરોગ્ય મંત્રી, કૃષિ મંત્રી ગૃહમાં જવાબ રજૂ કરશે. વિવિધ સમિતિઓનાં અહેવાલો રજૂ કરવામાં આવશે.
તા. 21 નાં રોજ વિધાનસભાનાં ચોમાસુ સત્રનો પ્રારંભ થયો હતો
તા. 21 નાં રોજ ગુજરાત વિધાનસભાનાં ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. દાંતાનાં કોંગ્રેસનાં ધારાસભ્ય કાંતી ખરાડીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિગતવાર જવાબ આપ્યો હતો. આ બાબતે શિક્ષણ મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાનાં 12 શિક્ષકો, પાટણનાં 7 શિક્ષકો.તેમજ વિદેશ વસતા શિક્ષકોને એકપણ પગાર ચૂકવાયો નથી. બનાસકાંઠાનાં 6 શિક્ષકો બરતરફ તેમજ 2 શિક્ષકોનાં રાજીનામાં લેવાયા છે. પાટણનાં રજા લઈને વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરાઈ નથી. કાયદા નિષ્ણાંતનો અભિપ્રાય લઈને આગળ કાર્યવાહી થશે.ત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે સવારે 10 વાગ્યે બેઠક મળવાની છે. ટૂંકી મુદ્દતના પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થઈ છે. પ્રશ્નોત્તરી કાળ બાદ નિયમ 116 અંતર્ગત ડ્રગ્સ મુદ્દે ચર્ચા થશે.