ધ્રોલના વાંકીયામાં પાંચ ઝડપાયા, પાંચ ફરાર
પડાણામાં જુગારીયા સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પણ ગુનો
જામનગરના ગોકુલનગર, રડાર રોડ, વુલનમીલ વિસ્તાર તેમજ કાલાવડ, લાલપુર, નારણપર, પડાણા વિગેરે ગામોમાં ગઈકાલે પોલીસે અમાસનો જુગાર રમતા પંચાવન શખ્સોને ગંજીપાના તથા રૃા. એકાદ લાખની રોકડ રકમ સાથે પકડી પાડ્યા છે જ્યારે ધ્રોલના વાંકીયામાં પાંચ પકડાયા હતાં અને પાંચ પોલીસને જોઈને નાસી ગયા હતાં.
જામનગરના ગોકુલનગર વિસ્તાર ૫ાછળ આવેલા ખોડીયાર નગરમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો જાહેરમાં એકત્રિત થઈ ગંજીપાનાથી જુગાર રમતા હોવાની બાતમી મળતા સિટી સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં ભાવેશ પોલાભાઈ બારીયા, ગીરિશ વિનોદભાઈ કોળી, રમેશ પ્રવિણભાઈ કોળી, પ્રવિણ ટીડાભાઈ કોળી, સંજય માલદેભાઈ કોળી, કરણ ભીમાભાઈ ધામેચા, દિનેશ મગનભાઈ કોળી, સુરેશ રઘુભાઈ કોળી, પ્રવિણ ભરતભાઈ વાઘેલા તથા રાજુ કરણભાઈ ધામેચા નામના દસ શખ્સ મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૨૩,૭૯૦ રોકડા અને ગંજીપાના કબજે કર્યા છે.
વુલનમીલ રોડ પર આવેલા ગાયત્રીનગરની શેરી નં. ૧માં ગઈકાલે સાંજે પોલીસે દરોડો પાડતા ત્યાંથી સાજણભાઈ કુંભાભાઈ ચાવડા, હમીર રણમલભાઈ ચાવડા, વિશાલ કરશનભાઈ નંદાણીયા, વીરાભાઈ ડોસાભાઈ આહિર, આશિષ નાથાભાઈ આહિર, ભાવેશ લખમણભાઈ કનારા નામના છ શખ્સ રોનપોલીસ રમતા મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૦,૯૫૦ રોકડા કબજે લીધા છે.
ગોકુલનગરના રડાર રોડ પર આવેલી પ્રજાપતિ સોસાયટીમાં ગઈરાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તી રમતા મહેશસિંહ રણજીતસિંહ પરમાર, મનોહરસિંહ જેસંગજી જાડેજા, સચીન મનસુખભાઈ જગતીયા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લીધા હતાં. પટ્ટમાંથી રૃા. ૧૦,૪૭૦ કબજે કરાયા છે.
જામનગર તાલુકાના નારણપર ગામમાં ગઈરાત્રે જુગારની જમાવટ થઈ હોવાની બાતમી પરથી રાત્રે બારેક વાગ્યે પંચકોશી બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી જયદીપ ભરતભાઈ ફલીયા, અનિલ ભરતભાઈ ફલીયા, કાનાભાઈ ભુટાભાઈ ભરવાડ, કમલેશ રતાભાઈ ટારીયા, યોગેશ મોનાભાઈ ભરવાડ, કીરિટ ભીખાભાઈ ભરવાડ, નારણભાઈ નાગજીભાઈ પરમાર નામના સાત શખ્સ પકડાઈ ગયા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૦,૧૨૦ રોકડા કબજે લઈ કાર્યવાહી કરી છે.
નારણપરમાં જ પાડવામાં આવેલા દરોડામાં રાત્રે દોઢ વાગ્યે જાહેરમાં તીનપત્તી રમતા લાલજીભાઈ જીવણભાઈ ફલીયા, શૈલેષ બચુભાઈ ફલીયા, વિજય રમેશભાઈ નંદા, અંકિત જયસુખભાઈ નંદા, નવીનભાઈ મનસુખભાઈ જોઈસર, મનિષ કાન્તિભાઈ ચાંદ્રા, પ્રકાશ મોહનભાઈ ચાંદ્રા નામના સાત શખ્સને પોલીસે પકડી લઈ પટ્ટમાંથી રૃા. ૧૦,૪૫૦ કબજે લીધા છે અને જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
કાલાવડ તાલુકાના જુવાનપર ગામમાં ગઈકાલે બપોરે ગંજીપાના કૂટતા બટુકભાઈ લખમણભાઈ પટેલ, મહેશ વિનુભાઈ પટેલ, ધીરુભાઈ નાગજીભાઈ પટેલ, હસુમખભાઈ લીંબાભાઈ પટેલ, રમેશ પરસોત્તમભાઈ પટેલ, મહેશ ધીરુભાઈ પટેલ, નાનજીભાઈ લખમણભાઈ પટેલ નામના સાતને પોલીસે પકડ્યા હતાં. પટ્ટમાંથી રૃા. ૨૨,૪૦૦ રોકડા કબજે કરાયા છે.
લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં ગઈકાલે રાત્રે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા મેરામણ નાથાભાઈ આહિર, ગોગનભાઈ ભીમાભાઈ કરંગીયા, વજસીભાઈ નાથાભાઈ આહિર, મહેશ ભીખાભાઈ બોદર, સંજય જેસાભાઈ આહિર નામના પાંચ શખ્સને પકડી પોલીસે રૃા. ૩૩૦૦ કબજે કર્યા છે.
ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં ગઈરાત્રે પૂર્વ બાતમીના આધારે સાડા બાર વાગ્યે પોલીસે દરોડો પાડતા ત્યાં જાહેરમાં ગંજીપાનાથી તીનપત્તી રમતા કાન્તિભાઈ ગંગારામ સંતોકી, દયાળજી દેવરાજભાઈ પટેલ, મહેશ દેવરાજભાઈ પટેલ, ત્રીભુવનભાઈ ત્રીકુભાઈ પટેલ, અશ્વિન ગોરધનભાઈ પટેલ નામના પાંચ શખ્સ પકડાઈ ગયા હતાં જ્યારે પોલીસને જોઈને સતિષ આંબાભાઈ ગડારા, દિવ્યેશ તેજાભાઈ ભીમાણી, ત્રીભુવનભાઈ ગણેશભાઈ ભીમાણી, પરેશ મગનભાઈ ભીમાણી અને દિલીપ દેવરાજભાઈ વાસજાળીયા નામના પાંચ શખ્સ નાસી ગયા હતાં. પટ્ટમાંથી રૃા. ૨૨,૩૦૦ રોકડા કબજે કરાયા છે. પોલીસે જાહેરનામા ભંગનો પણ ગુન્હો નોંધ્યો છે.
લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસેથી ગઈકાલે સાંજે રમેશ પાલાભાઈ મકવાણા, લાખા પાલાભાઈ મકવાણા, મનજી હરજીભાઈ પરમાર, દિલીપ દેવાભાઈ મુછડીયા, દેવસી જીવાભાઈ ચાવડા નામના પાંચ શખ્સને તીનપત્તી રમતા પકડી લઈ જુગારધારા તથા જાહેરમાં ચાર વ્યક્તિ એકઠા થઈ કોરોના ફેલાય તેવો પ્રયાસ કરવા અંગે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.