ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાની પેટાચુંટણીના પડઘમ વાગી ગયા છે. જેમા ભાજપ તરફે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરેલા પરશોતમ સાબરીયા ઉમેદવારી નોંધાવી છે. જ્યારે કોંગ્રેસમાથી દિનેશભાઇ પટેલ પોતાની ઉમેદવારી નોંધાવી ફોમઁ ભરવાની છેલ્લી તારીખ એટલે કે ૪એપ્રીલના રોજ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમા કોગ્રેસી ઉમેદવાર દિનેશભાઇ પટેલે ધ્રાંગધ્રા ગ્રીનચોક ખાતેથી વિશાળ બાઇક રેલી યોજી પોતાનુ ઉમેદવારી પત્ર રજુ કયુઁ હતુ આ સાથે અગાઉથી ૪એપ્રીલ સુધી કેટલાક અપક્ષ ઉમેદવારો દવારા પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા પેટાચુંટણીમા કદાચ આ વખતે અપક્ષ ઉમેદવારોનો ઇતીહાસ રચાયો હોય તેમ કહી શકાય કારણ કે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે કુલ ૨૧ અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી સાથે ૧ કોગ્રેસ ઉમેદવાર એમ કુલ મળી ૨૨ ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવી છે. જોકે પેટા ચુંટણીમા જોવા જઇએ તો ખરેખર સીધો મુકાબલો ભાજપ તથા કોંગ્રેસનો છે પરંતુ અપક્ષ ઉમેદવારો પોતાના વર્ચસ્વ અને જ્ઞાતી આધારીત મતોનુ વિભાજન કરતા જે તે પક્ષને નાનુ-મોટુ નુકશાન થઇ શકે છે. ત્યારે એક તરફ ભાજપમાથી ઠાકોર સમાજના પરસોતમ સાબરીયાને ટીકીટ આપી છે જ્યારે કોગ્રેસે પાટીદાર સમાજના મત પર પ્રભુત્વ જમાવવા માટે સ્થાનિક ગણાતા દિશેનભાઇ પટેલને ટીકીટ આપતા હવે થોડા અંશે ઠાકોર અને પાટીદાર સમાજમા મતનુ પક્ષના હિસાબથી પણ વિભાજન થાય તેવુ સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે.
કોગ્રેસના આંતરીક સુત્રો પાસેથી મળતી વિગતો અનુશાર કોંગ્રેસ દ્વારા પાટીદાર સમાજના વ્યક્તિને ટીકીટ આપતા ઠાકોર સમાજમાથી આવતા સનતભાઇ ડાભીનુ પત્તુ કપાયુ હતુ જેથી ઠાકોર સમાજમા વર્ચસ્વ ધરાવતા અને કોંગ્રેસના કર્મનિષ્ઠ કાર્યકરને થોડુ દુખ લાગ્યા હોવાથી કોગ્રેસના દિનેશ પટેલ ફોર્મ ભરવા સમયે સનતભાઇ ડાભીની ગેરહાજરી આંખમા કણાની જેમ ખુચતી હતી. પરંતુ કોંગ્રેસના આગેવાનો દ્વારા સબ સલામતના ગુણ ગાન ગાઇને આંતરીક મતભેદને ટુંકસમયમા હલ થઇ જશે તેમ જણાવ્યુ હતુ.