જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર બરફવર્ષા શરૂ થઇ ગઇ છે, જેના કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ થઇ ગયો છે. બીજી બાજુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં રવિવારે કરા અને વીજળી પડવાથી 9 લોકોના મોત થઇ ગયા. ઘણા ઢોર-ઢાંખર પણ માર્યા ગયા. ઠંડીની અસર વધી ગઇ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, કરાની અસરવાળા બંને રાજ્યોમાં બે દિવસ સુધી હવામાન સ્વચ્છ થવાના અણસાર નથી.
જમ્મુ-શ્રીનગર હાઇવે પર ગાડીઓની અવર-જવર અટકાવી
– જમ્મુ-કાશ્મીરના મેદાની વિસ્તારોમાં લગભગ 2 મહિના સુધી હવામાન શુષ્ક રહ્યા પછી સોમવારે વરસાદ પડ્યો, જ્યારે ઊંચાઇવાળા સ્થળોમાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો.
– ઘાટીમાં સતત થઇ રહેલી બરફવર્ષાને કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે પર ગાડીઓની અવર-જવર અટકાવી દેવામાં આવી છે.
– ઓફિસર્સના જણાવ્યા પ્રમાણે, “બરફવર્ષા અટક્યા પછી રોડ અને હાઇવે પરથી બરફ હટાવવાનું કામ શરૂ કરવામાં આવશે.”
– ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે રવિવારે વરસાદ અને બરફવર્ષાને લઇને એડવાઇઝરી જાહેર કરી હતી.