ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો અને ત્રિપલ તલાક બીલનો વિરોધ કરવા મામલે મોદીએ કોંગ્રેસને ઝાટકી
ત્રિપલ તલાકના મુદ્દે કોંગ્રેસ સહિતના કેટલાક વિરોધ પક્ષોના વિરોધનો જવાબ નરેન્દ્ર મોદીએ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, ત્રિપલ તલાકમાં જે રીતે જોગવાઈ છે તેવી જ જોગવાઈ અનુસાર કોઈ હિન્દુ યુવાન પણ પરિવારને નુકશાન કરે તો તેને પણ જેલમાં ધકેલી દેવામાં આવે છે.
ગઈકાલે રાષ્ટ્રપતિ કોવિંદના ઉદ્બોધનનો આભાર માનવા રાજયસભામાં વડાપ્રધાન મોદીએ વકતવ્ય આવ્યું હતું. મોદીએ કોંગ્રેસ ઉપર ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપવાની વાત અભેરાઈએ ચડાવી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમણે કોંગ્રેસને ઝાટકતા કહ્યું હતું કે, તમે કઈ વાતનો વિરોધ કરો છો. સ્વચ્છ ભારત, મેઈક ઈન ઈન્ડિયા, સર્જીકલ સ્ટ્રાઈક, યોગા ડે ? તમે વિરોધ કરવા સ્વતંત્ર છો પરંતુ ઓબીસી કમીશનને બંધારણીય દરજ્જો આપવાની વાતનો કેમ વિરોધ કરો છો. તમે ત્રિપલ તલાક બીલનો કેમ વિરોધ કરો છો. તેમણે આ બન્ને મુદ્દે કોગ્રેસને ઝાટકી નાખી હતી.
વડાપ્રધાન મોદીએ લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓને એક સો યોજવા માટે બંધારણીય ચર્ચાનું આહવાન પણ કર્યું હતું. તેમણે નવા હેલ્કેર પ્રોગ્રામ માટે અન્ય પક્ષો તરફી સુચનો પણ માંગયા હતા.