અનામત ક્વોટાની મર્યાદામાં જ રાખવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટતા કરવા આદેશ
જનરલ કેટેગરીમાં 50 ટકા અનામતના મુદ્ે હજુ પણ અસમંજસ જેવી સ્થિતિ પ્રવર્તી હોય આ બાબતે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને નીટ-પીજીના અખિલ ભારતીય ક્વોટામાં ઉચ્ચ મેરીટ ધરાવતા ઉમેદવારોને અનામતમાં ગણવા કે નહી? તેવો સવાલ પૂછી અનામત વિષે વધુ સ્પષ્ટતા કરવા આદેશ કર્યો છે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં તમામ વર્ગના ઉમેદવારોને તેમની આર્થિક સ્થિતિના આધારે અનામત ક્વોટામાં પ્રવેશ આપવા નિર્ણય જાહેર કર્યો હતો. નીટ-પીજીમાં અખિલ ભારતીય ક્વોટામાં કુલ 10954 સીટ છે. તેમ નીટ-પીજી કાઉન્સીલીંગ કમિટિ જણાવે છે.
એ સ્પષ્ટ છે કે અનામત કેટેગરીના ઉમેદવારો જો ઉચ્ચ મેરીટ ધરાવતા હોય તો તે જનરલ કેટેગરી માટે પણ લાયક હોય છે ત્યારે આવા ઉમેદવારને અનામત કેટેગરીમાં ગણવા કે નહીં? તેવો સવાલ કેન્દ્ર સરકારને સુપ્રિમ કોર્ટે પૂછાણ કર્યું છે.