સુરેન્દ્રનગર જિલ્લામાં એસટીના ત્રણ સંગઠનો એસટીના ખાનગીકરણ તેમજ વિવિધ માગણીઓને લઇને લડાયક મૂડામાં આવી ગયા છે. જેના પગલે  આગામી તા. 23 સપ્ટેમ્બરે જિલ્લાની 160થી વધુ એસટી બસોના પૈડાઓ થંભી જવાનો ઘાટ સર્જાયો છે. સમગ્ર ગુજરાતમાં એસટીના ત્રણેય સંગઠનો વિવિધ માંગણીઓ અને એસટીના ખાનગીકરણને લઇને લડાયક મૂડમાં આવીને આગામી સમયમાં હડતાલની ચીમકી ઉચ્ચારી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ એસટી ડિવીઝન દ્વારા સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી તેમજ ચોટીલા ડેપોમાંથી એસટી બસો દોડાવીને સંચાલન કરવામાં આવી રહ્યું છે.ત્યારે કર્મચારીઓને છેલ્લા લાંબા સમયથી નહી મળેલુ મોંઘવારી ભથ્થુ, 7માં પગારપંચનો ત્રીજો હપ્તો, ડ્રાઇવર-કંડકટરને વર્ગ-3માં લઇ 1900 ગ્રેડ પે મુજબ તેઓને પગાર ભથ્થા ચૂકાવવા, વારસદારના કર્મીઓના બાળકોને સમાવવા, હાલ એસટીની ખાનગીકરણ સહિત 23 જેટલી માંગણીઓને લઇને જિલ્લાના એસટીના ભારતીય મઝદુર સંઘ, કર્મચારી મંડળ તેમજ વર્કસ ફેડરેશન આ એસટીના માન્ય ત્રણેય યુનિયનો દ્વારા હડતાલની ચીમકી આપવામાં આવી છે.

ધ્રાંગધ્રા એસટી ડેપોના ત્રણેય સંગઠનો દ્વારા કર્મચારીઓના લાબા સમયથી વિવિધ પડતર પ્રશ્નોને વિવિધ પ્રકારની માંગણીઓ કર્મચારીઓ હક્ક આપવા, પગાર વધારવા સહિતની 18 માગણીઓને લઈને ડેપો મેનેજર ધ્રાંગધ્રાને આવેદન પત્ર આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.