સરકાર કચ્છના નાના રણને એક વિશાળ મીઠા પાણીના સરોવરમાં બદલવા માગે છે. આ રણ સરોવરનો આઇડિયા કેટલાક વર્ષો પહેલા મોરબીના જાણિતા ઉદ્યોગપતિએ આપ્યો હતો.
કચ્છના નાના રણને મીઠા પાણીના સરોવરમાં ફેરવી નાખવાનો આઇડિયા મોરબીના ઉદ્યોગપતિ અને દેશની ઘડિયાળ ઇન્ડસ્ટ્રીનો ચહેરો ફેરવી નાખનારા ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે આપ્યો હતો. કચ્છનું નાનું રણ 5000 ચો. કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. જે 12 લાખ એકર જેટલો વિસ્તાર થાય છે.
આ વિસ્તાર ખાસ પ્રકારની જૈવવિવિધતાથી ભરેલો વિસ્તાર છે. એટલું જ નહીં ઘુડખર જેને ભારતીય જંગલી ગધેડા કહેવામાં આવે છે દુનિયામાં તેનું એકમાત્ર અને અંતિમ રહેણાંક વિસ્તાર છે. તો વિદેશોથી આવતા ફ્લેમિંગો કે સુરખાબ માટે મુખ્ય આશ્રય સ્થાન છે. તો મીઠાનું ઉત્પાદન કરતા દુનિયાના સૌથી મોટા સ્થાનો પૈકી એક છે.
‘ચોમાસાના ચાર મહિના દરમિયાન કચ્છના નાના રણમાં અનેક નદીઓ બનાસ, રુપેણ, કંકાવટી, મચ્ચુનું મીઠું પાણી ઠલવાય છે. જેના કારણે સમગ્ર નાનું રણ એક મીઠા પાણીનું સરોવર બની જાય છે. પરંતુ થોડા સમય બાદ જેમ જેમ દરિયાનું ખારું પાણી આ પાણી ભેગું મિક્સ થાય અને ઓટ દરમિયાન મીઠું પાણી પણ દરિયાના પાણી સાથે દરિયામાં વહી જાય છે ત્યારે આ પાણી મીઠામાંથી ખારું થઈ જાય છે.’