ઓખા મંડળના નાગેશ્ર્વર જયોતીલીંહગ સાથે તમામ શિવ મંદિરોમાં ભકિતના ઘોડાપૂર ઉમટયા હતા તેમા યે ઓખામા આવેલા અનોખા ચાર શિવાલયોમાં શ્રાવણમાસના ચોથા સોમવારે દર વખતની જેમ આ વખતે પણ શિવલીંગને અનોખા શ્રૃંગાર કરવામાં આવ્યા હતા.
જેમાં દરીયા કિનારે આવેલ માણેક પરિવાર સ્થાપીત વિરમેશ્ર્વર મહાદેવ મંદિરમાં ફૂલ અને ફળના શ્રૃંગાર અને પૂર્વ દિશાએ દરીયા કિનારે આવેલ રામેશ્ર્વર મહાદેવના મંદિરે શિવે દ્વારકાધીશનું સ્વરૂપ ધારણ કર્યું હતુ. બજારમાં આવેલા ઉષેશ્ર્વર મહાદેવ મંદિર ૧૦૦૮ દિવાના શ્રૃંગાર અને રેલવે એરીયામાં આવેલ કાલેશ્ર્વર મહાદેવ મંદિરે મહાકાલના શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આ દર્શનનો લાભ ઓખાના તમામ ભકતો ઉત્સાહથી લીધો હતો. અહી બ્રહ્માકુમારીઝ વિશ્ર્વવિદ્યાલય ઓખાના ડો. આશાબેન પટેલ દ્વારા જીવને શિવ પરમાત્મા સાથેના સંબંધ અને પરમ પિતાનો સચિત્ર મહિમાં શિવ ભકતોને સમજાવ્યો હતો.