લગ્ન સંબંધ બે વ્યક્તિ તેના પરિવાર દરેકને એક પરિવાર બનાવવાનું એક માધ્યમ છે ત્યારે લગ્ન સમયે કુવારા યુવક-યુવતીઓ ઘણી બાબતે અકળામણ અનુભવતા હોય છે. યુવકો તો તેના મિત્રો હમ ઉંમર ભાઇઓ પાસે ખુલીને વાત કરે છે ત્યારે બીજી બાજુ યુવતીઓને તો પોતાનો પરિવાર છોડી અન્ય ઘરે જવાનું હોય છે તેવા સમયે તેને સૌથી વધુ ડર લાગતો હોય તો તેની લગ્નની પહેલી રાતનો….ભલે સગાઇ પછીનાં ગાળામાં તેનાં મંગેતરને મળી હોય તેની સાથે સમય વિતાવ્યો હોય વાતો કરી હોય પરંતુ લગ્નની પહેલી રાત એ ખૂબ મહત્વની હોય છે બંને માટે બંનેને કેટલીય શરમ, કેટલાંય સંકોચ હોય છે શું થશે, કેમ થશે, વધુ દુ:ખ દાયક તો નહિં હોય ને….? તેવા સેક્સને લગતા અનેકો પ્રશ્નો બાબતે યુવતીઓ ખાસ મુંજવણ અનુભવતી હોય છે.

લગ્નની પહેલી રાત એટલે બંને માટે એકબીજાને સમર્પણ થવાની રાત એ રાત્રે બંને એકબીજાથી એટલાં નજીક આવી જાય છે. કે જાણે કોઇ અંતર જ ન રહે…..સ્પર્શથી મળે, શ્ર્વાસથી શ્ર્વાસ મળે અને પછી બંને એકબીજામાં સમાઇ જાય પરંતુ યુવતી માટે કુંવારી હોય છે અને પરણ્યાની પહેલી રાત્રે કુમારીકાપણું ટૂટે છે ત્યારે તે બાબતને લગતી અનેક માન્યતાઓ અને તેની સુહાગરાત રાત દર્દભરી હશે કે યાદગાર બનશે. તે વાત ખૂબ જ સતાવતી હોય છે. ત્યારે અિંહં એ બાબતે થોડી હળવાશ થાય તેવી વાતો રજુ કરીશું જેના દ્વારા નવપરિણિત વધુને તેની ફર્સ્ટનાઇટ યાદગાર અને આહલાદક લાગે નહીં કે પીડાદાયક…..!

– લગ્નના માહોલ વચ્ચે પણ નવવધુને તેની ફર્સ્ટનાઇટ વિશેના વિવિધા વિચારો આવતા હોય છે ત્યારે તેને કોઇપણ જાતની ચિંતા કર્યા વગર મગજને આરામ આપવો જોઇએ, શાંતિ આપવી જોઇએ. પહેલી વાર જ્યારે તે શરીર સુખ માણવા જઇ રહી છે. ત્યારે થોડુ અનકમફર્ટેબલ જરુર લાગશે પરંતુ મગજને શાંત રાખી આગળ વધશો તો જરુરથી તમારી પહેલી રાત્રીનો આનંદ માણી શકશો…

– સુહાગ રાત્રે કુમારીકા એવી નવવધુનું કૌમાર્ય પટલ તૂટે છે ત્યારે બ્લિડિંગ પણ થાય છે. કોમાર્ય પટલ એટલે હાયમએ સ્ત્રીનાં ગુપ્તાંગ એટલે કે વજાઇનાની અંદર એક પાતળો પળદો હોય છે જે પ્રથમવારનાં શારિરિક સંબંધ દરમિયાન તુટે છે. પરંતુ આ પટલ સ્પોર્ટસ ગર્લ, હોર્સરાઇડિંગ, વોટર સ્પોર્ટસ, સાઇકલિંગ કરતી યુવતીઓને એક્સરસાઇઝ દરમિયાન તુટી ગયુ હોય છે જેની ખબર તે યુવતીને પણ રહેતી નથી. એટલે લગ્નની પહેલી રાત્રીએ સંભોગ દરમિયાન બ્લિડિંગ થાય તેવી માન્યતાને દૂર રાખી સંભોગને માણવો જોઇએ.

– ફર્સ્ટનાઇટ પર ફિલ્મોની ખૂબ અસર હોય છે. જેમાં યુવતીઓ ફર્સ્ટ નાઇટમાં શરમાવાનું મુક્તી નથી અને વિવિધ પ્રકારનાં ફંટ હોય છે, અનેક ફેન્ટાસીમાં રચીપચી રહે છે. જે ખરેખરમાં હોતુ નથી, એટલે બાબતથી પ્રભાવિત થઇ યુવતીઓ શરમમાં જ ડુબી જાય છે. અને અકળાઇ જાય છે. પરંતુ ફિલ્મોમાં જે વધુઓ પહેલાં શરમાતી હોય છે તે બાદમાં ફુલ્લી એન્જોય પણ કરતી દર્શાવે છે. એટલે માત્ર શરમથી જ તમે આગળ ન વધો તેવું ન કરો અને પાર્ટનરને પુરો સાથ આપી બને આગળ વધો…..

– પહેલી વારનો શરીરસુખનો અનુભવ હોય તો તમે થોડા ગભરાયેલાં પણ હોઇ શકો છો. એટલે લગ્નની પહેલી રાત્રીએ લ્યુબ્રીકેન્ટ સાથે રાખવું જરુરી બને છે. જેનાથી સંભોગમાં યોની પ્રવેશ સમયે બળતરા થતી નથી અને બીક પણ નથી લાગતી.

– પહેલી રાત્રી છે, જીવ ગભરાય છે, અને થોડી બીક પણ લાગે છે. સાથે સોથ પહેલી રાતનાં સેક્સને લઇને ઘણી કલ્પનાઓ પણ હોય છે. એટલે સંભોગ સમયે દરેક વખતે તમે ઓર્ગેઝમ બાદ જ પરફેક્ટ જ એ અનુભવ થવો એ જરુરી નથી એટલે એ બાબત માટે વધુ ચિંતા ન કરવી.

– લગ્નની તૈયારી મહિનાઓ પહેલાં જ શરુ કરવામાં આવી હોય છે. જેમાં યુવતીઓને ખાસ ખરીદી, પાર્લર અને અન્ય બાબતમાં વધુ દોડાદોડી કરવી પડે છે. અને લગ્નનાં દિવસે પણ અહિંથી તહીં જવાનું તૈયાર થવાનું ભારે ભરખમ ડ્રેસીસ પહેરવાનાં અને એટલે જ પહેલી રાત્રીનો ઉત્સાહ હોવા છતા થાક મહેસૂસ થતો હોય છે. અને એવું જ વરરાજા સાથે પણ બની શકે છે એટલે પહેલી રાત્રીએ જ સંભોગ કરવોએ અનિવાર્ય બાબત નથી. એ રાત્રીને તમે વાતો કરી, હસી મજાક કરી અને એકબીજાની સેક્સ પ્રત્યેની પસંદ નાપસંદને પણ જાણી શકો છો અને રાત્રી વિતાવી શકો છો.

– ફર્સ્ટ નાઇટને સંભોગ દ્વારા જ સ્પેશિયલ બનાવી શકાય તેવું નથી જો તમે બંને પાર્ટનર થાકી ગયા છો તો સેક્સને એવોઇડ કરો અને એકબીજા સાથે પહેલીવાર આ રીતે એકાંતમાં મળવાની પળોને ખાસ બનાવી શકો છો.

સામાન્ય રીતે યુવક યુવતી માટે તેની પ્રથમ મુલાકાતથી લઇ તેની પ્રથમ સ્ત્રી ખૂબ જ મહત્વની હોય છે અને તેને એનકેન પ્રકારે ખાસ બનાવે છે. એટલે જ એ લગ્નની પહેલી રાત્રીનું મહત્વ હોય છે. જેમાં બે જીવ એક થાય છે. જ્યાં ઉત્તેજના, અસમંજસ, છોછ, શરમ, ખચકાટ બધુ હોવા છતા એ કંઇક ખાસ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.