પાલખી યાત્રામાં ભાવિકો ભકિતભાવ સાથે જોડાયા: હકડેઠઠ મેદની
શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ માનવ સમુદાય આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શને ઉમટ્યો હતો , પ્રથમ સોમવારે પાલખીયાત્રી યોજાયેલ હતી.
જે પાલખીપૂજન સોમનાથ ટ્રસ્ટના મેનેજર, એકિઝકયુટીવ ઓફિસરના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓ, તીર્થપુરોહિતો, દર્શનાર્થીઓ પણ જોડાયા હતા.
મહાદેવ નગરચર્યાએ નિકળતા ભકતો ભાવવિભોર બનેલ અને પરિસરમાં હર….હર…મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હતો. શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને સાયં બોરસલી પુષ્પ શૃંગાર કરવામાં આવેલ. ભક્તો દ્વારા 37 જેટલી ધ્વજા પુજા કરવામાં આવેલ હતી.