પુનડી ગામમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પ્રથમ દિવસે બેનમુન નાટ્ય પ્રસ્તુતિના ઐતિહાસિક દ્રશ્યોએ અનેકની અંતર દ્રષ્ટિ પર સત્યના અજવાળા પાથર્યા

અંતરની આયનું ચેકઅપ કરીને અંતર નયનને ઉધાડતા સ્પેક્સ પહેરવાના પાવન સંદેશ સાથે કચ્છના પુનડી ગામમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્ય સાધના-આરાધના-ઉપાસનાની હૃદય હૃદયની ઉછળતી ઊર્મિઓ સાથે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના ભક્તિભીના વધામણા લેવામાં આવ્યા હતા.

WhatsApp Image 2022 08 24 at 11.52.16 AM 2

પુનડી એસપીએમ આરોગ્યધામ ખાતે પરમ ગુરુદેવના પ્રત્યક્ષ સાંનિધ્યમાં અનેક ક્ષેત્રોથી પધારેલાં ભાવિકોની સાથે સમગ્ર પુનડી ગામના પટેલ, ક્ષત્રિય, દરબાર આદિ અનેક જ્ઞાતિના ભાવિકો તેમજ સમગ્ર ભારતના ખૂણે ખૂણેથી અને વિદેશના અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની, દુબઈ, સિંગાપુર, અબુધાબી, સુદાન આદિ 170 ક્ષેત્રોના મળીને હજારો ભાવિકો લાઈવના માધ્યમે પર્વાધિરાજ પર્વની આરાધના માટે અત્યંત આનંદ ઉત્સાહથી જોડાઈ ગયાં છે.

યુગો યુગોથી સૂતેલાં આત્મને ઢંઢોળી દેનાર પરમ ગુરુદેવના આ વચનો સાથે જ, આ અવસરે પ્રસ્તુત કરવામાં આવેલા ઐતિહાસિક નાટિકાના બેનમૂન દ્રશ્યો ઉપસ્થિત ભાવિકોની હૃદય ધરા પર આક્ષેપના અવગુણની શુદ્ધિનો બોધ અંકિત કરી ગયાં હતાં. પુનડી ગામના રળિયામણા વાતાવરણમાં વહેલી સવારના સમયે આત્મવિશુદ્ધિના વિશિષ્ટ પ્રયોગ સ્વરૂપ કરાવવામાં આવેલા ઇન્નર ક્લીનિંગ કોર્સ અંતર્ગત ધ્યાનની સાધના અને કર્ણપ્રિય સૂર-સંગીતના માધ્યમે ફેલાતા ભક્તિ તરંગો જાણે અત્ર-તત્ર – સર્વત્ર પર્વાધિરાજની મહિમા ગજાવી ગયાં હતાં.

એસપીએમ આરોગ્યધામ ખાતે વિશેષરૂપે જૈનદર્શનની ગૌરવવંતી ઐતિહાસિક ઘટનાઓને જીવંત કરતી અજોડ પેઇન્ટિંગ્સના કલાખંડ સ્વરૂપ સર્જિત આરાધ્યા આર્ટગેલેરી અનેક આત્માઓને હજારો વર્ષો પહેલાંની ગર્તામાં દોરી જશે. તેમજ સર્જન કરવામાં આવેલાં ડીસકનેક્ટ ઝોનમાં પ્રતિકૂળતાઓને સહન કરવાની સાધના કરાવવામાં આવશે તે ઉપરાંત મંત્ર લેખન, ઐતિહાસિક કથાનકનું વર્ણન આદિ અનેક પ્રકારના આત્મહિતકારી અનુષ્ઠાન સાથે જ્ઞાનસાધના, ધ્યાનસાધના અને કચ્છના પટેલ, ક્ષત્રિય, દરબાર આદિ અનેક જ્ઞાતિના ભાવિકો દ્વારા તેમજ દેશવિદેશના અનેક ભાવિકો દ્વારા ઉગ્રાતિઉગ્ર તપશ્ચર્યાની સાધના સાથે પુનડી ગામના અણુ અણુમાં પાવનતા-પ્રસન્નતા પ્રસરી રહી છે.

WhatsApp Image 2022 08 24 at 11.52.16 AM

કચ્છ કલ્યાણકારી સમગ્ર ચાતુર્માસનો લાભ લેનારા એસપીએમ પરિવારના સહયોગે ઉજવાઈ રહેલા ક્ષમાપના ઉત્સવના દ્વિતીય દિવસે આવતીકાલે સવારે 7.15 થી 8.30 – ગુરુ પુષ્ય નક્ષત્રના અમૃત યોગમાં એક સાથે એક જ સમયે 5,00,00,000 – પાંચ કરોડ પંચ પરમેષ્ઠિ ઊર્જા જપ સાધના અનુષ્ઠાનમાં દેશ-વિદેશના અનેક ભાવિકો જોડાઈને વિશ્ર્વશાંતિ પ્રસરાવશે. પર્વના દરેક દિવસના આયોજિત દરેક અનુષ્ઠાનમાં પ્રત્યક્ષ કે લાઈવના માધ્યમે જોડાઇને આત્મહિત સાધવા શ્રી એસપીએમ પરિવાર તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

ત્યાગ જેનો શ્ર્વાસ અને તપશ્ર્ચર્યા જેનું હૃદ્ય હોય તે પર્વાધિરાજ મહાપર્વ: રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિ મ.સા. આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, જગત આખામાં ઉજવાતાં અન્ય પર્વમાં જ્યારે મનનું બાળક મનગમતી વસ્તુઓ અને ભાવતાં ભોજન પામવા માટે રડતું હોય ત્યારે અંતરના આનંદ-ઉત્સાહથી બાળકો પણ ભાવતાં ભોજનને ત્યાગવા તત્પર બને છે એવા એકમાત્ર મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો શ્વાસ અને ધબકારતે ત્યાગ અને તપશ્ચર્યા હોય. પર્વાધિરાજ પર્વતે માત્ર જૈનત્વનું રિન્યુઅલ કરવા માટે ન હોય પરંતુ સ્વયંને ઓળખીને સ્વયંને પામી જવા માટેનું પર્વ હોય છે.

વિચાર્યા વિના, જાણ્યા વિના કોઈના પર કરવામાં આવતા ખોટા આક્ષેપ સામેવાળી વ્યક્તિને તો કદાચ એકવાર દુ:ખી કરી શકે પરંતુ સ્વયં પર અનેકવાર ખોટા આક્ષેપો આવવાનું દુ:ખ આપી જાય છે. જેને પોતાના કર્મોની ભૂલ દેખાય તે બીજા પર કદી આક્ષેપ કરતાં નથી. જ્ઞાની હંમેશા પોતાના કર્મોની ભૂલ નિહાળે, અજ્ઞાની હંમેશા બીજાની ભૂલ નિહાળી અન્ય પર આક્ષેપ કરતા હોય. આ પર્વાધિરાજ પર્વતે અંદરમાં પડેલી કોઈક પ્રત્યેની કડવાશને ભૂલીને હળવાશને અનુભવવા, આત્માના અવગુણોનું કલીનીંગ કરવા માટે પધાર્યા છે.

  • ત્યાગ જેનો શ્વાસ અને તપશ્ચર્યા જેનું હૃદ્ય હોય તે પર્વાધિરાજ મહાપર્વ: રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.

WhatsApp Image 2022 08 24 at 11.52.16 AM 1

આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, જગત આખામાં ઉજવાતાં અન્ય પર્વમાં જ્યારે મનનું બાળક મનગમતી વસ્તુઓ અને ભાવતાં ભોજન પામવા માટે રડતું હોય ત્યારે અંતરના આનંદ-ઉત્સાહથી બાળકો પણ ભાવતાં ભોજનને ત્યાગવા તત્પર બને છે એવા એકમાત્ર મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો શ્વાસ અને ધબકારતે ત્યાગ અને તપશ્ચર્યા હોય. પર્વાધિરાજ પર્વતે માત્ર જૈનત્વનું રિન્યુઅલ કરવા માટે ન હોય પરંતુ સ્વયંને ઓળખીને સ્વયંને પામી જવા માટેનું પર્વ હોય છે. વિચાર્યા વિના, જાણ્યા વિના કોઈના પર કરવામાં આવતા ખોટા આક્ષેપ સામેવાળી વ્યક્તિને તો કદાચ એકવાર દુ:ખી કરી શકે પરંતુ સ્વયં પર અનેકવાર ખોટા આક્ષેપો આવવાનું દુ:ખ આપી જાય છે. જેને પોતાના કર્મોની ભૂલ દેખાય તે બીજા પર કદી આક્ષેપ કરતાં નથી. જ્ઞાની હંમેશા પોતાના કર્મોની ભૂલ નિહાળે, અજ્ઞાની હંમેશા બીજાની ભૂલ નિહાળી અન્ય પર આક્ષેપ કરતા હોય. આ પર્વાધિરાજ પર્વતે અંદરમાં પડેલી કોઈક પ્રત્યેની કડવાશને ભૂલીને હળવાશને અનુભવવા, આત્માના અવગુણોનું કલીનીંગ કરવા માટે પધાર્યા છે.

  • 5 કરોડ સમૂહ નમસ્કાર મહામંત્રની જપ સાધના

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ  નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત ઉવસગ્ગહરં સાધનાભાવન (પારસધામ) રાજકોટના આંગણે ગોંડલ સંપ્રદાય – પ્રાણ પરિવારના તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ  રતિલાલજી મહારાજ સાહેબ તથા પૂજ્ય મુક્ત-લીલમ-પ્રભા ગુરુણીના સુશિષ્યા તપસ્વી રત્ના પૂજ્ય વનિતાબાઈ મહાસતીજી, સેવાભાવી પૂજ્ય રેણુકાબાઈ મહાસતીજી, તથા ડો. પૂજ્ય શ્રેયાંશીબાઈ મહાસતીજી આદિ ઠાણા-4 ના સાંનિધ્યમાં તા.24/8 થી 31/8 દરમિયાન પર્યુષણ મહાપર્વ નિમિતે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની નિત્ય આરાધનાઓ સવારે 06:30 થી 07:30 સમૂહ પ્રાર્થના,  સવારે 08:15 થી 09:00 જય માણેકની જોડી મંત્ર સાધના, સવારે 09:00 થી 10:15 પૂજ્ય મહાસતીજીઓ દ્વારા વ્યાખ્યાન, સવારે 10:15 થી 10:30 વિવિધ ધાર્મિક નાટિકા-કાર્યક્રમો, બપોરે 03:30 થી 04:30 ધાર્મિક સ્પર્ધાઓ, સાંજે 07:00 બહેનો તથા ભાઈઓ માટે પ્રતિક્રમણ તેમજ  25/8 ગુરુવારે ગુરુ પુષ્ય નક્ષત્રનાં અમૃત યોગમાં સવારે 07:15 થી 08:30 કલાક દરમિયાન પકરોડ સમૂહ નમસ્કાર મહામંત્રની જપસાધના અંતર્ગત સમૂહ જપસાધના. પ્રભુ મહાવીર જન્મકલ્યાણક નિમિતે તા.28/8 રવિવારના રોજ માતા ત્રિશલાને આવેલ 14 સ્વપનોના પ્રતીકોની ઉછામણી ભાવ અને ભક્તિ સાથે ઉજવવામાં આવશે.

  • શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ

DSC 9666 1

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસે શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘમાં પૂ.સ્મિતાબાઇ મહાસતીએ પ્રતિક્રમણ, તપ, જપ અને આરાધના કરવી અને એટલે વર્ષ દરમ્યાન જાણતા-અજાણતા જે કર્મો બંધાઇ ગયા હોય તેને યાદ કરી પોતાના આત્માની સાક્ષીએ કર્મોની આલોચના કરી પ્રાયશ્ર્ચિત લઇ તપ-ત્યાગ કરી કર્મો ખપાવવાનો શ્રેષ્ઠ દિવસ એટલે પર્વાધિરાજ પર્યુષણ પૂ.મહાસતીએ લૌકીક પર્વ અને લોકતર પર્વ વિશે વ્યાખ્યાન આપી આપ્યું હતું. આઠ દિવસ ધર્મધ્યાન, તપ, જાપ અને આરાધના કરવાનું જણાવ્યું હતુ.

DSC 9668

આ સુવર્ણ પ્રસંગે 450 વધુ લોકોએ ધર્મભક્તિ અનેરો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે ખાસ કરી હરેશ વોરા તેમજ મેહુલ દામાણી અને તેમજ મહેલ દમાણી અને તેમજ ટ્રસ્ટી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.