તમે ઘણી વખત લોકોને આ કહેતા સાંભળ્યું હશે કે નવા વર્ષનો પહેલો દિવસ આખા વર્ષની સ્થિતિ દર્શાવે છે. એટલેકે વર્ષનો પહેલો દિવસ જેવો હશે તેના બાકી દિવસ પણ લગભગ એવા જ પસાર થાય છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ રાશિ મુજબ શુભ રંગના કપડા પહેરવાથી માણસનો દિવસ સારી રીતે પસાર થાય છે. જો તમે ઈચ્છો છો કે માં લક્ષ્મીની કૃપા આખુ વર્ષ તમારા પર રહે તો નવા વર્ષની પહેલી તારીખે રાશિ મુજબ શુભ રંગના કપડા પહેરો.
મેષ- મેષ રાશિના જાતકો માટે લાલ રંગના કપડાને શુભ માનવામાં આવ્યાં છે. આ રંગના કપડા પહેરવાથી તમારો દિવસ મંગલમયી રહેશે. મેષ રાશિના જાતકો કાળા રંગના કપડા ના પહેરવા જોઈએ.
વૃષભ- વૃષભ રાશિના જાતકો માટે વ્હાઈટ, ગુલાબી અને ક્રીમ કલરના કપડા પહેરવાનુ શુભ માનવામાં આવ્યું છે. તેથી તમે 1 જાન્યુઆરી 2023થી આ રંગના કપડા ધારણ કરો. આ રાશિના જાતકોએ લાલ રંગના કપડા પહેરવાથી બચવુ જોઈએ.
મિથુન- મિથુન રાશિના જાતકો માટે લીલા રંગના કપડાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ રંગના કપડા પહેરવાથી તેમની ક્રિએટિવિટીમાં નિખાર આવે છે. આ રાશિના જાતકો જો વર્ષના પહેલા દિવસે લીલા રંગના કપડા પહેરી લેશો તો તેનુ ભાગ્ય આખુ વર્ષ ચમકતુ રહેશે.
કર્ક- નવા વર્ષે પીળા અને લીલા રંગના કપડા પહેરવાથી કર્ક રાશિના જાતકોનુ ઊંઘતુ ભાગ્ય જાગી શકે છે. આ સારો રંગ તમારા અટકેલા કાર્યોમાં સક્રિયતા લાવે છે. કર્ક રાશિના જાતકોને કાળા રંગના કપડા પહેરવાથી બચવુ જોઈએ.
સિંહ- સિંહ રાશિના જાતકોને વર્ષના પહેલા દિવસે લાલ અથવા કેસરી રંગના કપડા પહેરવા જોઈએ. જો કે, આ રાશિના જાતક પીળા અથવા ગોલ્ડન કલરના વસ્ત્ર પણ ધારણ કરી શકે છે. તમે તેમાંથી કોઈ પણ રંગના કપડા પહેરીને માં લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો.
કન્યા- કન્યા રાશિના જાતક વર્ષના પહેલા દિવસે જો આછો વાદળી, આછો ગુલાબી અથવા લીલો રંગ પહેરે તો સારું થશે. આ રંગ તમારી પર્સનાલિટીને તો ચમકાવશે, પરંતુ ભાગ્ય પણ ચમકાવશે. આ રાશિના જાતકો વર્ષના પહેલા દિવસે લાલ રંગના કપડા પહેરવાથી બચો.
તુલા- તુલા રાશિના જાતકો માટે વાદળી રંગને સૌથી શુભ માનવામાં આવ્યો છે. જો તમે વર્ષના પહેલા દિવસે આ રંગને ધારણ કરશો તો ઉન્નતિ અને સિદ્ધીના દ્વાર આખુ વર્ષ તમારા માટે ખુલ્લા રહેશે. તમારે કાળા, વ્હાઈટ અથવા લાલ રંગના કપડા પહેરવાથી બચવુ જોઈએ.
વૃશ્વિક- 1 જાન્યુઆરી 2024થી વૃશ્વિક રાશિના જાતક જો મરૂણ અથવા લાલ રંગના કપડા પહેરશો તો દિવસ સારો રહેશે. આ બંને રંગ તમારા બંધ ભાગ્યના દરવાજા ખોલી શકે છે. તમારે લીલા રંગના કપડા પહેરવાથી બચવુ જોઈએ.
ધન- ધન રાશિના જાતકોને પીળા અથવા નારંગી રંગના કપડા પહેરવા જોઈએ. આ રંગના કપડા ધારણ કરવાથી તમારી સફળતાના આવતા રોડા આપોઆપ દૂર થઇ જશે.
મકર- મકર રાશિના જાતકો વર્ષના પહેલા દિવસે વાદળી રંગના વસ્ત્રો પહેરે. આ રંગ આખુ વર્ષ તમને શુભ સમાચાર મળવાના સંકેત આપતુ રહેશે. આ રાશિના જાતકોએ કાળા રંગના કપડા પહેરવાથી બચવુ પડશે.
કુંભ- કુંભ રાશિના જાતકો માટે જાંબલી અને વાદળી રંગના કપડા પહેરવાનુ શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આ રંગના કપડા પહેરવાથી ઘરમાં આખુ વર્ષ સુખ-સમૃદ્ધી રહે છે. આ રાશિના જાતકોએ કાળા રંગના કપડા પહેરવાથી બચવુ જોઈએ.
મીન- મીન રાશિના જાતકો વર્ષના પહેલા દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરે. આ રાશિના જાતકો માટે આ રંગ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ રાશિના જાતકો લાલ અથવા કાળા રંગના કપડા પહેરવાથી બચે.