બાર જ્યોતિર્લીંગમાનું પ્રથમ જ્યોતિર્લીંગ એટલે સોમનાથ મહાદેવ ….
શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે ત્યારે સોમનાથ મહાદેવે પીતાંબર વસ્ત્રો ધારણ કર્યા છે. મહાદેવને બિલીપત્ર અને ફૂલનો સુંદર શણગાર કરવામાં આવ્યો છે ત્યારે મહાદેવ આહ્લાદક લાગે છે . મહાદેવના દર્શન માટે પ્રથમ દિવસે ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે . આજથી મહાદેવની આરાધનામાં ભક્તો લીન થશે .
અહી લોકો દેશ વિદેશથી દર્શન માટે આવે છે .
હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું અનોખું મહત્વ છે. આ વખતે અધિક શ્રાવણ માસ અને શ્રાવણમાં એમ બે મહિના ભગવાન ભાળાનાથની પૂજા અર્ચના કરવા માટે મળશે. ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન સોમનાથ ભોળાનાથનું મંદિર ભારતનું પહેલું જ્યોતિર્લિંગ છે. અધિક મહિનામાં દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તો પોતાના દુઃખ દૂર કરે છે.
શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના દર્શન કરવાનું અનેરું મહત્વ છે.