પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે કેશોદથી ૧૦ કિમી દુર માણેકવાળા ગામે જુનાગઢ વેરાવળ નેશનલ હાઈવે રોડ પર આવેલા માલબાપાના મંદિરે શ્રાવણ માસના પવિત્ર દિવસે ભકતજનોની ભીડ જામી હતી. દર વર્ષે શ્રાવણ માસમાં પ્રત્યેક દિવસે માલબાપાના મંદિરે માણસોનો પ્રવાહ જોવા મળે છે
અને આખો શ્રાવણ માસમાં અહીં મેળો યોજાઈ છે અને તેમાં પણ ખાસ કરીને સોમવારના દિવસે કેશોદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકો પગપાળા ચાલી અને વાહનો મારફત માલબાપાના દર્શને આવે છે. આ ૧૦ કિમીના રસ્તા પર દર સોમવારના દિવસે દર એક કિમી પગપાળા ચાલીને જનાર લોકો માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.
આમ માણેકવાળા માલબાપાનું મંદિર લાખો શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે ત્યારે માલબાપા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મંદિરે દર્શને આવનાર દરેક શ્રદ્ધાળુઓ માટે ફરાળની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને ભકતજનો લાખોની સંખ્યામાં દર્શને આવતા જોવા મળે છે.