12 તત્કાલ મહાપૂજા કરાઈ: બોરસલી અને પૂષ્પોના વિશેષ શ્રૃંગાર દર્શન કરી ભાવિકો ધન્ય બન્યાં
પવિત્ર અને પાવનકારી શ્રાવણ માસનો ગઈકાલથી આરંભ થઈ ચૂક્યો છે. સોમવારથી શ્રાવણની શરૂઆત થતાં ભાવિકોનો ભક્તિમય ઉત્સાહ બેવડાયો છે. પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરે શ્રાવણના પ્રથમ દિવસે શિવભક્તો દ્વારા 31 ધ્વજા ચઢાવવામાં આવી હતી. જ્યારે 12 તત્કાલ મહાપૂજા કરવામાં આવીહતી. 30 હજારથી વધુ ભાવિકોએ શિવજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી.
શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવને રોજ વિવિધ શ્રૃંગાર કરવામાં આવી રહ્યો છે. પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને બોરસલી અને પૂષ્પોનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.
ભાવિકોએ શ્રાવણના પ્રથમ દિવસે સોમવાર હોય 31 જેટલી ધ્વજા ચઢાવી હતી. જ્યારે 12 મહાપૂજા કરવામાં આવી હતી. કોરોનાકાળમાં ભાવિકોસલામતી સાથે સોમનાથ દાદાને શીશ ઝૂકાવી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ દાદાને વિવિધ પ્રકારના સુંદર શ્રૃંગાર કરવામાં આવી રહ્યાં છે. પ્રથમ દિવસે 30 હજારથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા. વિશ્ર્વના કોઈપણ ખુણે બેઠેલા ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે પણ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન આરતી દર્શનની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. વર્ષે દહાડે કરોડો ભાવિકો સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન પણ કરે છે.