પવિત્ર એવા આસો મહિના ના આજે પહેલા નોરતાીજ ભક્તો ના આસ બિંદુ એટલે ચોટીલા ચામુંડા માતાજીના મંદિર જે સુરેન્દ્રનગર જિલ્લા માં સૌરાષ્ટ્ર ના મુખ્ય દ્વારે ચોટીલા તરીકે વિશ્વ વિખ્યાત છે.

આ મંદિરે સવારે ૫:૩૦ કલાકે અને સાંજે સૂર્યાસ્ત સમયે આરતી કરવામાં આવે છે.અને લોકવાઈકા મુજબ આ મંદિર ની આરતીનું સમાપન થઈ ગયા પછી કોઈને ડુંગર ઉપર રહેવાની રજા આપવા માં નથી આવતી કારણ કે લોકવાઈકા મુજબ રાત્રીના સમયે ૬૪ જોગણી અને એક કાળ ભૈરવ દાદા સભા ભરતા હોવાનું પણ સાંભળવા મળે છે.અને મંદિર ઉપર જવા માટે ટ્રસ્ટ તરફી પગથિયા ની સીડીઓ બનાવવામાં આવી છે એક તરફ ડુંગર પર ચડવાની અને ઉતરવાના પગથિયાં બનાવવા મા આવ્યા છે.અને દર્શર્નાીઓ માટે નિ:શુલ્ક જમવાનું અને રહેવા માતે અથિતિ ગૃહ પણ બનાવવામાં આવ્યા છે..

આ મંદિરના પૂજારી એ જણાવ્યું કે નોરતા હોવાથી અમો પહેલા નોરતાથીમાં સવારે શુભ મુહરત જવેરા નું સપન અને કળશ મૂકી ને માં ચામુંડા માતાજી ના નોરતા નો. શુભ આરંભ  કરીએ  છીએ. અને નવે નવ નોરતા  દરમિયાન માતાજી ને સુશોભીત આભૂષણો અને માતાજી ને સુશોભીત થવો નો શણગાર કરીએ છીએ.અને ૧૭/૧૦  નારોજ એટલે કે આઠમ ના દિવસે હોમહવન કરી ને સાંજે બીડું હોમી પૂજન અર્ચન કરતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.