Navratri 2024 : આજથી શારદીય નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે તેને લઈને ગુજરાત સહિત દેશભરમાં માતાના ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં ગુજરાતમાં આવેલા સૌથી પ્રખ્યાત માઈ મંદિર એવા અંબાજી અને પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો નવરાત્રી પૂર્વે જ પહોંચવાના શરૂ થઈ ગયા હતા. તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર તેમજ અંબાજી ટ્રસ્ટ અને કાલિકા મંદિર તંત્ર સજ્જ બન્યું છે.

700 ઉપરાંત પોલીસ કર્મી ખડેપગે 24 કલાક ફરજ નિભાવશે

ચૈત્રી નવરાત્રી, શારદીય નવરાત્રી, આઠમ અને પૂનમનું અનેરું મહત્વ હોય છે. આ સાથે જ અંબાજી અને પાવાગઢ ખાતે શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. ત્યારે બધા ભક્તોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈ 700 ઉપરાંત પોલીસ કર્મી ખડેપગે 24 કલાક ફરજ નિભાવશે. તેમજ પાવાગઢમાં માંચી સુધી 50 ST બસ 24 કલાક દોડતી રહેશે. આ ઉપરાંત નવરાત્રીથી શરદ પૂનમ સુધી મંદિરના નિજ દ્વાર વહેલી સવારે 4 કલાકે ખુલ્લો કરી દેવામાં આવશે.

BHAKTO

નવરાત્રીના પહેલા નોરતે માં અંબાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ દુર દુરથી માતાજીના શરણે આવ્યા છે. આ સાથે માતાજીના દ્વાર ખુલતા જ ભક્તોએ માં અંબાના દર્શન કરવા માટે દોડ લગાવી હતી. તેમજ શ્રદ્ધાળુઓ નવરાત્રી દરમિયાન ધ્વજારોહણ પણ કરતા હોય છે. આ સાથે માતાજીના દર્શન બાદ પોતાના ઘરે ઘટ સ્થાપના કરતા હોય છે.

BHAKTO P

આજથી  નવરાત્રીનો પ્રારંભ થયો છે, પરંતુ ગઈકાલથી જ અંબાજી અને પાવાગઢમાં માઈ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. આ સાથે માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. પાવાગઢ માંચી સુધી અને ડુંગરના રસ્તા ઉપર લાઈટ થાંભલા ઉભા કરાયા છે, કારણકે સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.