- ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી
તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં સુધારો કરે છે. તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. 19 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે જ સમયે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઇન્ડિયન ઓઇલ દ્વારા જારી કરાયેલા નવા દર મુજબ આજથી, 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 6 રૂપિયા વધી ગઈ છે. દિલ્હીમાં તેની કિંમત રૂ.6 વધીને રૂ.1803 થઈ ગઈ. પહેલા તે રૂ.1797માં મળતો હતો. કોલકાતામાં તે રૂ.1913માં મળે છે, જે 6 રૂપિયાનો વધારો દર્શાવે છે, અગાઉ તેની કિંમત ३.1907 હતી.
મુંબઈમાં સિલિન્ડરનો ભાવ 1749 રૂપિયાથી 5.5રૂપિયા વધીને 1755.50 રૂપિયા થયો છે. ચેન્નાઈમાં સિલિન્ડર 1965 રૂપિયામાં મળે છે. જોકે, 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તે દિલ્હીમાં રૂપિયા 803 અને મુંબઈમાં રૂપિયા 802.50માં મળે છે. આ ઉપરાંત 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો હતો.
આ સાથે ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં, 14 કિલોગ્રામનું ઘરેલું એલપીજી સિલિન્ડર હજુ પણ 803 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે. કોલકાતામાં તેનો દર 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયા રહેશે.