- પરિક્રમાર્થીઓની ભીડ વધી જતા સોમવારે સવારે 6:30 વાગ્યે જ ઇટવા ગેઇટ ખોલી નાખવો પડ્યો, વિધિવત પ્રારંભ આજે મધરાતથી ગણાશે: પ્રથમ દિવસે જ દોઢ લાખથી વધુ ભાવિકોનો પ્રવેશ
વિધીવત પ્રારંભના 42 કલાક પહેલા ગરવા ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઇ ગઇ છે. ઉતાવળિયા પરિક્રમાર્થીઓની ભીડ વધી જતા જિલ્લા વહિવટી તંત્ર, વન વિભાગને સોમવારે 6:30 વાગ્યે પરિક્રમાનો પ્રવેશ દ્વાર ઇટવા ગેઇટ ખોલી નાંખવાની ફરજ પડી હતી.જોકે, આજે કારતક સુદ અગિયારસની મધ્યરાત્રિથી વિધીવત રીતે પરિક્રમાનો પ્રારંભ થયો છે. કારતક સુદ અગિયારસથી પુનમ સુધીની ગરવા ગિરનાર ફરતેની 36 કિમીની લીલી પરિક્રમા યોજાતી હોય છે. તંત્ર દ્વારા કારતક સુદ અગિયારસના દિવસથી જ પરિક્રમાનો પ્રારંભ કરવા અપીલ કરાય છે. જોકે, તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોથી વિધીવત પ્રારંભના એકાદ- બે દિવસ પહેલા જ ભાવિકોની ભીડ વધી જાય છે. પરિણામે તંત્રને વહેલી પરિક્રમા શરૂ કરવાની ફરજ પડે છે. આ વખતે પણ આવું જ બન્યું છે.મંગળવાર કારતક સુદ અગિયારસની મધ્યરાત્રિ – 12 વાગ્યાથી સાધુ, સંતો, અધિકારીઓ દ્વારા વિધીવત રીતે લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવાશે. પરંતુ તે પહેલા સોમવારથી જ હજ્જારોની સંખ્યામાં ભાવિકો પરિક્રમાના પ્રવેશ દ્વાર નજીક એકઠા થઇ ગયા હતા. એટલું જ નહિ ભીડ સતત વધી રહી હતી. પરિણામે જિલ્લા વહિવટી તંત્ર અને વન વિભાગે સોમવારે સવારના 6:30 વાગ્યે લીલી પરિક્રમાના પ્રવેશ દ્વાર ઇંટવા ગેઇટને ખોલી નાંખવાની ફરજ પડી હતી. ગેઇટ ખુલતાની સાથે જ જય ગિરનારીના ગગનભેદી નારા સાથે ભાવિકોએ લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. સવારે 20,000થી વધુ ભાવિકોએ પરિક્રમા શરૂ કરી હતી. જ્યારે રાત્રિના 9 વાગ્યા સુધીમાં પરિક્રમાર્થીની સંખ્યા 1.50 લાખે પહોંચી હતી. આ પરિક્રમાર્થીઓ પૈકી 26,427 ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી લીધી છે. આ રીતે દોઢ લાખથી વધુ ભાવિકો ગિરનાર અભિયારણમાં પ્રવેશી ચુકયા હોય લીલી પરિક્રમાનો આનંદ ઉઠાવી રહ્યા છે. લીલી પરિક્રમા કરવા આવેલા ભાવિકોનો અવિરત પ્રવાહ ભવનાથમાં જોવા મળ્યો હતો. અનેક ભાવિકોએ ભલે વ્હેલી પરિક્રમા શરૂ કરી દીધી હોય. પરંતુ અનેક ભાવિકો એવા છે કે જે વિધીવત રીતે પ્રારંભ થાય પછી જ પરિક્રમા કરતા હોય છે. ત્યારે આવા પરિક્રમાર્થીઓની ભીડ ભવનાથમાં જોવા મળી હતી.
અન્નક્ષેત્રો દ્વારા ભોજનની સેવા પુરી પડાઇ રહી છે
પરિક્રમા દરમિયાન અનેક અન્નક્ષેત્રો દ્વારા ભોજનની સેવા પુરી પડાઇ રહી છે. ત્યારે સેવાભાવી લોકો દ્વારા રસોઇ બનાવવાનું શરૂ કરાયું છે. પ્રકૃતિની ગોદમાં ખુલ્લામાં ચુલા- ભઠ્ઠી બનાવી તેના પર રોટલા સહિતની રસોઇ બનાવાઇ રહી છે. બહેનો ભજનો ગાતી ગાતી રસોઇ બનાવી રહી હોય પ્રકૃતિનો સંગાથ અને સાથે ભજનના સૂર ભળતા રસોઇમાં અનેરી મિઠાશ ભળતી હોય છે. આવી રસોઇ ખાનારને જ તેની અનુભૂતિ થાય છે.
અભિયારણમાં પ્રવેશી ચુકયા હોય લીલી પરિક્રમાનો આનંદ ઉઠાવી રહ્યા છે. લીલી પરિક્રમા કરવા આવેલા ભાવિકોનો અવિરત પ્રવાહ ભવનાથમાં જોવા મળ્યો હતો. અનેક ભાવિકોએ ભલે વ્હેલી પરિક્રમા શરૂ કરી દીધી હોય. પરંતુ અનેક ભાવિકો એવા છે કે જે વિધીવત રીતે પ્રારંભ થાય પછી જ પરિક્રમા કરતા હોય છે. ત્યારે આવા પરિક્રમાર્થીઓની ભીડ ભવનાથમાં જોવા મળી હતી.