- રાજકોટ બેઠક પર સૌથી વધુ ફોર્મ 296 ઉપડયા
ગુજરાતની લોકસભાની ર6 બેઠકો માટે આગામી 7મી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે ગઇકાલે જાહેરનામુ પ્રસિઘ્ધ થઇ ચૂકયું છે. પ્રથમ દિવસે જ ર6 બેઠકો પરથી રેકોર્ડ બ્રેક 101પ ફોર્મ ઉપડયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે અને આવતીકાલે રજા હોવાના કારણે હવે ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કામગીરી સોમવારે હાથ ધરવામાં આવશે.
લોકસભાની ર6 બેઠકો સાથે વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે પણ પેટા ચુંટણી યોજાવાની છે જેનું જાહેરનામુ પણ ગઇકાલે પ્રસિઘ્ધ થઇ ગયું છે. લોકસભાની ર6 બેઠકો માટે જાહેરનામુ પ્રસિઘ્ધ થયાના પ્રથમ દિવસે જ રેકોર્ડ બ્રેક 1015 જેટલા ઉમેદવારી ફોર્મ ઉપડયા છે. રાજકોટ બેઠક પરથી સૌથી વધુ 296 ફોર્મ ઉપડયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
રૂપાલા સામેના વિરોધમાં ક્ષત્રીય સમાજના આગેવાનોએ લોકસભાની તમામ બેઠકો પરથી ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લીધો છે. 400 થી વધુ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ થાય તેવી રણનીતી ઘડવામાં આવી છે. આગામી સોમવારથી ફરી તમામ બેઠકો પર ફોર્મ વિતરણ અને સ્વીકરવાની કામગીરી શરુ કરવામાં આવશે. જો રૂપાલા વિવાદમાં ભાજપ અને ક્ષત્રીય સમાજ વચ્ચે સુખદ સમાધાન નહી થાય તો ચુંટણીનો માહોલ બગડવાની પણ પુરેપુરી ભીતી દેખાગ રહી છે.
લોકસભાની ચૂંટણી માટે આગામી સોમવારથી બરાબર માહોલ બંધાય જશે.કારણ કે, ભાજપ દ્વારા તમામ 26 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા હોય જે સોમવારથી ક્રમશ: 19મી એપ્રિલ સુધી નામાંકન પત્ર દાખલ કરશે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ 20 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. જે સોમવારથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કરશે વિધાનસભાની જે પાંચ બેઠકો માટે પેટાચૂંટણી યોજવાની છે તેના માટે ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે.પરંતુ કોંગ્રેસ દ્વારા હજી સુધી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી.આગામી 19મી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જ્યારે 20મીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાશે અને 22 મી એપ્રીલ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય આ દિવસે ચૂંટણી ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે.જો ક્ષત્રિય સમાજ દ્વારા તમામ બેઠકો પર 400 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવશે તો ચૂંટણી યોજવી મોટી મોટી જશે.