રાજકોટ સીટી ડીવીઝનના વાવડી, મવડીઅને માધાપરમાંથી ૧૩.૪૬ લાખની વીજ ચોરી પકડાઇ

પીજીવીસીએલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વીજ ચોરી પકડવા માટે આદરેલી કવાયતનાં સતત પાંચમાં દિવસે બોટાદ, ડીવીઝન રાજકોટ સીટી અને જામનગર ‚રલના વિસ્તારોમાં કુલ ૧૧૪ ટીમ દ્વારા ૨૦૩૩ કનેકશન ચેક કરીને ૩૧૮ ગીરરીતીવાળા કનેકશનોને ઝડપીને કુલ ‚ા ૩૭.૩૪ લાખ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

રાજકોટ સીટીના મવડી, વાવડી અને માધાપરના ૪ ફીડરમાં ૩ર ટીમોએ ૮૯૭ કનેકશનોનું વીજ ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં ૧૦૩ ગેરરીતીવાળા કનેકશનો ઝડપાતા ૧૩.૪૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બોટાદ ડીવીઝનના બરવાળા, પાળીયાદના ૬ ફીડરોમાં ૫ જયોતિગ્રામ અને  ૧ અર્બમાં ૪૮ ટીમો દ્વારા ૬૩૫ કનેકશનોનું વીજચેકીંગ હાથજ ધરાયું હતુ. જેમાં ૧૩૦ ગેરરીતી વાળા કનેકશનોને ૧૪.૭૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જામનગર ‚રલના સીકકા અને શાપર સહીતના વિસ્તારોમાં ૩૪ ટીમો દ્વારા ૫૦૧ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં ૮૫ ગેરરીતીવાળા કનેકશનોને ૯.૧૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.