દિપાવલી નિમિતે સોમનાથમાં રોશની, રંગોળી અને દિપમાળાનો શ્રૃંગાર
અતિથિ ગૃહોના પટાંગણમાં આતશબાજીનો અનોખો નજારો
પ્રકાશના પર્વ દિવાળીની સાંજે સોમનાથ મહાદેવ મંદીરનો નજારો દર્શનાર્થીઓ માટે એક અનોખી અનુભૂતિ બની રહે છે.
દિવાળી તેમજ બેસતા વરસે સોમનાથ મંદીર તેલયુકત હજારક જેટલા દીવડાઓથી ઝળહળી ઉઠશે.
છેલ્લા કેટલાક વરસોથી યોજાતા આ દિપ દર્શન અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, દીવાળી તેમજ નવા વરસની સાંજે સોમનાથ મંદીરના દિગ્વીજય દ્વાર પ્રવેશ દ્વારથી મંદીર જવાના માર્ગને તેલયુકત પ્રાચીન ભારતીય પરંપરાના દિવડાઓની રોશનીથી પ્રજજવલિત કરવામાં આવશે. મંદીરમાં આવેલ સ્થંભોની આસપાસ દિપમાળા શુશોભીત કરવામાં આવશે અને મંદીરના નૃત્ય મંડપમાં રંગબેરંગી આકર્ષક નયનરમ્ય રંગોળી પુરવામાં આવશે અને તેની ફરતે પણ દિવડાઓની દિપમાળા કરાશે તેમજ ભગવાન સોમનાથ મહાદેવને દિવાળી-નુતન વરસે દિપ શૃંગાર સાથે વિશેષ શણગાર કરવામાં આવશે.
સોમનાથ ટ્રસ્ટ હસ્તકના અતિથિ ગૃહોને રંગબેરંગી વિદ્યુત રોશનીઓથી ઝળહળા કરવામાં આવશે અને અતિથિ ગૃહોના પટાંગણમાં આતશબાજી કરી દુર સુદુર પોતાના વતનથી દિવાળીના પર્વમાં સોમનાથ આવેલ દર્શનાર્થીઓ અહીં પણ ઝરમગારા ઝળહળા રોશનીમાં નહાતા મંદીર રોશની નિહાળવું અનેરો અવસર મળશે.
જોગાનુ જોગ સોમનાથ મંદીર ખાતે પ્રતિ માસ યોજાતી માસિક શિવરાત્રી પણ આ પર્વ શૃખલા સાથો સાથ તા.ર૬ ઓકટો. હોઇ જેથી શિવરાત્રીની મહાપૂજા-જયોત પૂજા અને મંદીર તે દિવસે સવારના ૬ વાગ્યાથી રાત્રીના એક વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જેથી ભાવિકો દર્શન ધનય પ્રાપ્ત કરી શકશે. સોમનાથ મંદીર કાયમી વિજ ઝળહળતી રોશની ઉપરાંત આ પર્વ પ્રસંગે કરાતી તેલયુકત પ્રાચીન પરંપરાની દીવડા રોશની દિપ જયોતિ નમોસ્તુતે તમસો માં જયોતિર્ગમય નિહાળવાનો દિવાળીની રજાઓમાં સોમનાથ આવતા યાત્રિકોને આ દિવ્ય દીપ વૈભવ નિહાળવા દર્શનનો દિવ્ય અવસર બને છે.