કાલે વિરાણી હાઇસ્કૂલમાં સવારે 1500 મિત્રોની વિશાળ રેડ રિબીન બનાવાશે રેલી અને લાલ ફૂગ્ગાની રેડ રિબીન હવામાં તરતી મુકાશે
વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે સમગ્ર વિશ્વમાં 1લી ડિસેમ્બરે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા તેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં આજે સવારે પંચશીલ સ્કૂલ ખાતે એઇડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા 1000 મિણબતીની વિશાળ કેન્ડલ લાઇટ રેડ રિબનનો જનજાગૃતિનો જગમગાટ કર્યો હતો. શાળાના ધો.9 થી 12ના 550 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર આયોજનમાં સંસ્થાના ચેરમેન અરૂણ દવે, પંચશીલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ડો.ડી.કે. વાડોદરીયા, યોગીરાજસિંહ જાડેજા અને વિશાલ કમાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
પ્રારંભે ધો.10 થી 12ના વિદ્યાર્થીઓ આ વર્ષના સ્લોગન “અસમાનતા દુર કરો, એઇડ્સ નાબુદ કરો” અને રોગચાળોને ખતમ કરોના નારા લગાવ્યા હતાને છાત્રોએ સંકલ્પ કર્યો હતો. આવતીકાલે વિરાણી સ્કૂલ ખાતે 1500 છાત્રોની માનવ સાંકળ સાથેના વિશાળ રેડ રિબીન સવારે 9:30 કલાકે નિર્માણ કરાશે.
જેમાં આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા અને સ્ટાફનો સહયોગ મળ્યો છે. 1લી ડિસેમ્બરે સવારે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે રાજ્ય કક્ષાના એઇડ્સ જાગૃતિ કાર્યક્રમ રેલીમાં સંસ્થા જોડાશેને સાંજે મહાનગર પાલિકાના પટાંગણમાં લાલ ફૂગ્ગાની વિશાળ રેડ રિબન હવામાં તરતી મુકીને એઇડ્સને ટાટા, બાય બાય કરાશે. આજ દિવસે સવારે 900 શહેર, જિલ્લાની 2450 શાળાના ધો.8 થી 12ના દોઢ લાખથી વધુ છાત્રો પોતાની શાળામાં રેડ રિબન નિર્માણ કરશે.
છાત્ર શક્તિ જાગે એઇડ્સ ભાગે: અરૂણ દવે ચેરમેન એઇડ્સ પ્રિવેન્શન ક્લબ
એઇડ્સ પ્રિવેન્શન ક્લબના ચેરમેન અરૂણ દવેએ જણાવ્યું હતું કે રાજકોટ એક માત્ર એવું શહેર છે જે 1લી ડિસેમ્બર પહેલા આ કાર્યક્રમ કરે છે ત્યારે આજે 29ના રોજ પંચશીલ સ્કૂલના વિદ્યાર્થી દ્વારા કેન્ડલ લાઇડ રેડ રિબીન બનાવાય હતી અને આવતીકાલે પણ વિરાણી સ્કૂલ ખાતે 1500 છાત્રની માનવ સાંકળ બનાવી રેડ રિબીન નિર્માણ કરાશે અને 1લી ડિસેમ્બરે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે એક રેલી યોજાશે.
વિદ્યાર્થી દ્વારા કર્યો જનજાગૃતિનો ઝગમગાટ: ડો.ડી.કે. વાડોદરીયા મેનેજીંગ ટ્રસ્ટી પંચશીલ સ્કૂલ
પંચશીલ સ્કૂલના મેનેજીંગ ડાયરેક્ટર ડી.કે. વાડોદરીયાએ 500 કેન્ડલ્સની હેન્ડ રિબીન વિશે વાત કરતા જણાવ્યું હતું કે 1લી ડિસેમ્બરે એઇડ્સ જનજાગૃતિનો દિવસ છે ત્યારે સમગ્ર વિશ્વમાં એઇડ્સ જાગૃતિને લઇ વિવિધ કાર્યક્રમો થાય છે ત્યારે દર વર્ષ મુજબ આ વર્ષે પણ પંચશીલ સ્કૂલ ખાતે અરૂણ દવેના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન કરાયું હતું.