નંદના નેસમાં રહેતી, પ્રભુનું નામ લેતી, હું તો ગોકુળની ગાવલડી
આજે લોકસાહિત્યના કાર્યક્રમમાં ગૌમાતા તથા માતાજીની વાતો રજૂ થશે
અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક દર્શકોનો અતિપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’ માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે. આપણા લોક સંગીતને વધુમાં વધુ લોકો માણે સાથે સાથે ખુબ જ સારા અપ્રચલિત કલાકારોને પોતાની કળા છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટ ફોર્મ પુરુ પાડવા ‘અબતક’ ચેનલનો હંમેશા પ્રયાસ રહ્યો છે.
‘ચાલને જીવી લઇએ’ કાર્યક્રમમાં આજે મકર સંક્રાંતિની પૂર્વ સંઘ્યાએ રજુ થનાર લોકસાહિત્યકાર ભાવેશ સોની છેલ્લા સાત વર્ષથી લોકસાહિત્ય ક્ષેત્રે સેવા અને આપી રહ્યા છે. તેને આ કલા પિતા જેન્તીભાઇ સોની પાસેથી મળી છે. જયારે દાદા ગીરધરભાઇ પણ મોટાગજાના કવિ હોય વારસામાં મળી છે. ભાવેશ સોનીનું ‘સુખીયો ડુંગર સોહામણો’ નામનું લોકસાહિત્યનું ટાઇટલ ધુમ મચાવી રહ્યું છે. તેઓએ અનેક પ્રસિઘ્ધ કલાકારો સાથે લોકસાહિત્યની સંગત કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેઓનું દ્વારકા આહિર સમાજ તથા રાજકોટના સોની સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
લોક સાહિત્યના કાર્યક્રમોની સાથે સાથે સોની કામમાં પણ એટલા જ નિપુણ ભાવેશભાઇએ જુનાગઢ ખાતે વિશ્ર્વભર ભારતી બાપુના સાનિઘ્યમાં કાર્યક્રમ રજુ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આજે આ કલાકારના કંઠે ગાય તેમજ માતાજીની લોકસાહિત્યની વાતોને માણીએ, ભૂલાય નહી ‘ચાલને જીવી લઇએ’.
કલાકારો :
- કલાકાર:- ભાવેશ સોની
- એન્કર:- યોગીત બાબરીયા
- તબલા:- મહેશ ત્રિવેદી
- પેડ:- કેયુર બુઘ્ધદેવ
- કીબોર્ડ:- પ્રશાંત સરપદડિયા
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦