- રામનાથ મહાદેવ મંદિરે હર હર મહાદેવના નાદ સાથે સવારથી ભક્તોની હેલી
આજથી લગભગ 550 વર્ષ પહેલા સ્વયંભૂ રીતે પ્રગટ થયેલ રામનાથ મહાદેવ આજે નદીના કાંઠે બિરાજે જે આજે નદીના બંને વહાણો વચ્ચે પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે રાજકોટમાં આસ્થા બિંદુ છે
જ્યારે આજી નદીમાં પુર આવે ત્યારે આજી નદી પણ રામનાથ મહાદેવ નો અભિષેક કરે છે રામનાથ મહાદેવના દર્શન તથા પૂજા માટે 24 કલાક ભક્તજનો આવે છે શહેરમાં સૌથી પ્રાચીન પ્રાચીન વિસ્તારમાં જૂનું રાજકોટનું રામનાથ પરા “છોટી કાશી” તરીકે જાણીતું છે મહાશિવરાત્રી પવિત્ર તહેવાર નિમિત્તે રાજકોટના હજારો ભક્તો રામનાથ મહાદેવના દર્શન તથા પૂજાનો લાભ લેશે
મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ રામનાથ મહાદેવ મંદિર ને રોશની થી શણગારવામાં આવ્યું હતું રાત્રે મંદિર પરિસર રોશને કે જળ હળતા ભાવ ભાવિકો અને મંદિરના સંચાલક પરિવાર દ્વારા ક્રેકર શો પણ યોજાયો હતો લાઇટિંગ અને ક્રેકરશો જોઈ અને ભક્તો ભાવવિભોર થયા હતા