હિન્દી સિને જગતની સૌથી મોંઘી ફિલ્મ આદિપુરુષ શરૂઆતથી જ વિવાદના વંટોળમાં સપડાયેલી છે. ત્યારે આ રામનવમીના રોજ તેનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં પણ યુઝર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આ મામલે નિર્દેશક સહિત ફિલ્મી સ્ટાર કાસ્ટ પર મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી ત્યારે આ ફિલ્મને લઈને વધુ એક વિવાદ ઉભો થયો છે જે હનુમાનજીના લુક પર કરવામાં આવ્યો છે.
આદિપુરુષ’માં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવી રહેલા પ્રભાસે હનુમાન જયંતિના આ ખાસ અવસર પર ફિલ્મમાંથી હનુમાનના લુકને બહાર પાડ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પ્રભાસે દેવદત્ત ગજાનન નાગેનો લુક જાહેર કર્યો છે, સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, ‘રામનો ભક્ત અને રામકથાનો આત્મા… જય પવનપુત્ર હનુમાન!’ જે બાદ આ પોસ્ટર ફરી એકવાર ટ્રોલ્સના નિશાના પર આવી ગયું છે.
https://www.instagram.com/p/CqrcEC7olSy/?utm_source=ig_web_copy_link
આજે રિલીઝ થયેલ ફિલ્મનું આ પોસ્ટર લોકોને પસંદ આવ્યું નથી. તે જ સમયે, ઘણા લોકોનું કહેવું છે કે આનાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ આદિપુરુષના નિર્માતાઓને ટ્રોલ કરી રહ્યા છે. નવું પોસ્ટર જોયા બાદ લોકોનો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે. એક યુઝરે લખ્યું, ‘હનુમાનજી નથી દેખાઈ રહ્યા, તેઓ મૌલવી જેવા દેખાઈ રહ્યા છે.’ જ્યારે બીજી વ્યક્તિએ કહ્યું, ‘લાંબી દાઢી અને મૂછ વગરના હનુમાનની મજાક ઉડાવવામાં આવી રહી છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘સાચું કહું તો તે ખૂબ જ ખરાબ છે.’ અન્ય વ્યક્તિ કહે છે, “તે મુઘલ જેવો દેખાય છે.”
હનુમાનજીના પોસ્ટર પર ચાહકોનું માનવું છે કે મેકર્સે ફરી એકવાર હનુમાનજીના લુક સાથે ચેડા કર્યા છે. ફિલ્મના પોસ્ટરમાં હનુમાનજીના ચહેરા પર લાંબી દાઢી છે પરંતુ તેમના ચહેરા પર મૂછો નથી. ચાહકોનું માનવું છે કે આદિપુરુષ હનુમાનજીનો આ લુક બિલકુલ વાસ્તવિક નથી લાગતો. એક યુઝરે લખ્યું, ‘ક્યાં ગઈ હનુમાનજીની મૂછો? મેકર્સને ખબર નથી કે હનુમાનજીનો અવતાર કેવો દેખાય છે’