પોલીસ કમિશનરના જાહેરનામામાં ફેરફાર કરાશે
રાજકોટ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાપન સુચારૂ બનાવવા રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવી રહયા છે ત્યારે તેમાં મહાનગરપાલિકા દ્વારા વધુ એક હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં, શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રહેતા ટ્રાફિક ભારણને ક્રમશ: હળવો કરવા બી.આર.ટી.એસ. માટેના સ્પેશિયલી ડેડીકેટેડ ટ્રેક પર જી.આર.ટી.સી.ની મીડી બસને ચલાવવા માટેની મંજુરીની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
વિશેષમાં જી.આર.ટી.સી.ની કેટલી મીડી બસ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવાગમન કરે છે, બી.આર.ટી.એસ. ટ્રેક પર અન્ય વાહનો આવ-જા ના કરે તે માટે શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામાંમાં આવશ્યક ફેરફાર વગેરે અંગે રાજકોટ મહાનગરપાલિકા પત્રવ્યવહાર શરૂ કરવામાં આવેલ છે.