સરહદ પર ‘ઘાતક અને ચપળ’ નજર રાખશે ભારતીય સેના
ભારતીય સરહદીય વિસ્તાર પર કોઈપણ નાપાક હરકતોને પ્રોત્સાહન ન મળે અને એવી કોઈપણ ઘટના ન ઘટે તે માટે ભારતીય સેના સજજ થઈ ગઈ છે. સરહદીય વિસ્તાર ઘાતક અને ચપળ નજર રાખવામાં આવશે. નાપાક હરકતોને ડામવા ભારતીય સૈન્ય દ્વારા નવા ઈન્ટીગ્રેટેડ બેટલ ગ્રુપ બનાવવામાં આવ્યા છે કે જે વિરોધીઓ અને કહી શકાય કે દુશ્મનો પર સૌથી ઘાતક પ્રહારો કરી શકે આ માટે સંરક્ષણ મંત્રાલય અને ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાન અને ચાઈનાનાં સરહદીય વિસ્તાર પર આઈબીજી ગ્રુપ દ્વારા ચાપતી નજર રાખવામાં આવશે.
સૈન્યનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આઈબીજી ગ્રુપનું ટેસ્ટીંગ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે જેથી દુશ્મનોને વળતો અને મુહતોડ જવાબ આપવા માટે સૈન્ય કટીબઘ્ધ પુરવાર થયું છે. જમ્મુ, પંજાબ અને રાજસ્થાનમાં જે પાકિસ્તાન બોર્ડર આવી છે તેમાં બે થી ત્રણ આઈબીજી ગ્રુપ તૈનાત કરવાનું ભારતીય સૈન્ય દ્વારા નકકી કરવામાં આવ્યું છે. જયારે ચાઈનાની સરહદીય વિસ્તાર કે જે પનારગઢ માનવામાં આવે છે તેમાં પણ આઈબીજી ગ્રુપ તૈનાત કરવામાં આવશે. ટી-૯૦ એસ બેટલ ટેન્ક ખુબ જ મોટા પ્રમાણમાં મળેલી ઈનફેનટરી, આર્ટીયલી ચીજ-વસ્તુઓ, એરડિફેન્સ, સિગ્નર્લ્સ અને એન્જીનીયરોની સાથોસાથ હવાઈ હુમલામાં સક્ષમ એવા હેલીકોપ્ટરો અને આઈબીજી ગ્રુપ આર્મીનાં મેજર જનરલ દ્વારા નિયંત્રણ કરવામાં આવશે.
સરકાર તરફથી મળેલી મંજુરી બાદ આઈબીજી ગ્રુપને કાર્યરત કરવામાં આવશે કે જે સરહદીય વિસ્તાર ઉપર ચાપતી અને ઘાતક નજર રાખશે જેનાથી કોઈપણ નાપાક હરકતો શકય ન બની શકે. આર્મીનાં ચીફ જનરલ બીપીન રાવત દ્વારા માહિતી મળી હતી કે, ઈન્ટીગ્રેટેડ બેટલ ગ્રુપને સૈન્યમાં ઘણા સમય પહેલા જ પ્રસ્થાપિત કરવામાં આવવાનું હતું પરંતુ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા પુલવામાં હુમલો ત્યારબાદ ભારત દ્વારા કરવામાં આવેલી બાલાકોટ પર એરસ્ટ્રાઈકનાં કારણે આઈબીજી ગ્રુપ કાર્યરત થઈ શકયું ન હતું. ૫૦૦૦ ટ્રુપમાં વિભાજીત થયેલી આઈબીજી ગ્રુપમાં ૫૦ ડિવીઝન સ્થાપિત કરવામાં આવશે. જેમાં એક-એક ડિવીઝન દીઠ ૧૫૦૦૦ સૈનિકો તૈનાત કરાશે જેથી ભારતીય સૈન્ય પણ વધુને વધુ મજબુત બની શકશે. આઈબીજી ગ્રુપનાં ૧૪ ટ્રુપમાંથી મથુરા ખાતે ૧, અંબાલા ખાતે ૨, ભોપાલ ખાતે ૨૧, પનારગઢ ખાતે ૧૭, કોર્પને તૈનાત કરવામાં આવશે કે જે સરહદીય સુરક્ષા માટે જવાબદારી લેશે.