આગામી ૧૩ મેના રોજ પૂ. ગૂરૂદેવ શ્રી શ્રી રીવશંકરજી ૬૩માં જન્મદિવસ નિમિતે આર્ટ ઓફ લીવીંગ પરિવાર રાજકોટ દ્વારા સાધના, સેવા અને સત્સંગનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સવારે ૬.૧૫ થી ૮ વાગ્યા સુધી વામુહિક મહા સુદર્શન ક્રિયા વડે આ પ્રસંગની શ‚આત થશે સાંજે ૭.૩૦ થી ૮.૩૦ દરમિયાન સામુહિક પ્રસાદ (ભોજન)નું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે સાંજે ૮ વાગ્યાથી રકતદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ગૂરૂપૂજાની સાથષ ડિવાઈન મહા સત્સંગનો કાર્યક્રમ રાત્રે ૯ વાગે શરૂ થશે. ઉજવણીનું સ્થળ સરસ્વતી શિશુ વિદ્યામંદિર, એરપોર્ટ રોડ રાજકોટ રહેશે.પૂ.ગૂરૂદેવ શ્રીશ્રી રવિશંકરજીના જન્મ દિવસે ૧૩ મે ૨૦૧૯, સોમવારના રોજ તેમના આશીર્વાદ અને શુભેચ્છાઓ સાથે શ્રીશ્ર ઈન્સ્ટીટયુટ ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજી રાજકોટ ઝેરીરાસાયણીક ખાતર અને જંતુમુકત દવામુકત તેમજ ગાય આધારીત ખેતીની ઉપજોનો ઓર્ગેનિક મોલ શ્રીશ્રી કિસાન મંચ ઓર્ગેનિક મોલ અને શ્રીશ્રી તત્વની શરૂઆત કરી રહ્યા છીએ.
સવારે ૯ વાગ્યે દિપકભાઈ પંજાબી, વૃંદાવાડી, એપેકસ તેમજ વડીલો સાથે ગૂરૂપૂજા પછી કેન્દ્રીય કામઘેનું આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયાના હસ્તે દિપ પ્રાગટય કરીને શ્રી શ્રી કિશાન મંચ ઓર્ગેનિક મોલ અને શ્રીશ્રી તત્વની શરૂઆત થશે, મંચ માં જોડાયેલા અને પ્રાકૃતિક ખેતીકરતા ખેડુતોની ઉપજ સીધી ગ્રાહકોને મળે અને ખેડુતો ને માર્કેટ મળે એવા ગૂ‚દેવના આશીર્વાદ છે.સવારે ૧૦ વાગ્યે કિશાન અગ્રણીઓ સાથે કિસાન પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોકત કાર્યક્રમ ઠાકોર દ્વાર શ્રીશ્રી કિસાન મંચ મોલ એ ૩૪, શાસ્ત્રીનગર (અજમેરા) મેઈન રોડ નાના મૌવા રોડ રાજકોટ ખાતે યોજાશે વધુ વિગત માટે અશોકભાઈ મો.નં. ૯૮૨૫૨ ૨૨૮૫૨નો સંપર્ક કરવો.