- રાજકોટ જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના શિવભકતો માટેનું પરમ આસ્થાનું ધામ ગ્રામ્ય દેવતા સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવની 101મી વરણાંગી (ફુલેકુ) રક્ષાબંધનના પવિત્ર દિને નીકળી હતી જેમાં દર્શન-પુજાનો ભક્તો લાભ લીધો હતો.
- આજી નદી વચ્ચે બિરાજતાં સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવનું 101માં વર્ષનું ફુલેકુ કાલે બપોરે ચાર કલાકે નીકળી હતી.ફુલેકુનો આરંભ થાય તે પહેલા બપોરે 3 વાગ્યે ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું હતું.
- કાલે બપોરે ચાર વાગ્યે શ્રી રામનાથ મહાદેવ મંદિરથી ફુલેકાનો પ્રારંભ મહંત હસમુખગીરી ગોસ્વામીના હસ્તે થશે. ત્યાંથી રામનાથપરા રોડ, કોઠારીયા નાકા, પેલેસ રોડ, આશાપુરા મંદિર પાછળથી કરણપરા ચોક, કિશોરસિંહજી રોડ, જયરાજ પ્લોટ, હાથીખાના થઈને પરમ રામનાથ મંદિરે સંપન્ન હતી
અભિજીત યોગ સાથે શિવપ્રિય આદ્રાનક્ષત્ર હોવાથી દર્શન માત્રથી દરેક ભકતોની મનોકામના દાદા પૂર્ણ કરે છે રામનાથ મહાદેવ મંદિરના મહંત હસમુખગીરી ગોસ્વામી, સુનિલગીરી, સમીરગીરી તથા સિહણગીરી પ્રસંગે મહંત નલીનગીરી ગોસ્વામી, મહંત કપીલગીરી, મહંત અરવિંદગીરી, મહંત પંકજગીરી, મહંત શાંતિગીરી, મહંત નિશાંતગીરી વગેરેની ઉપસ્થિત રહ્યા હતા. રાજવી ઠાકોર સાહેબ માંધાતાસિંહજી રામનાથ મહાદેવની વરણાંગીનું પૂજન-અર્ચન કર્યું હતું.
રાજકોટના ગ્રામ્ય દેવતા અને સ્વયંભૂ રામનાથદાદાની કાલે 101મી વરણાંગી નીકળી હતી રામનાથદાદા 100 વર્ષ સુધી ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા આ વર્ષ પહેલી વખત દાદા રથમાં બિરાજયા હતા આખા રૂટ પર દાદા સ્વાગત માટે ફૂલોની વર્ષા થઈ રંગોળી, રોશન, ધજા પતકાથી આખોરૂટ શણગારવામાં આવ્ો હતો.
અમેરિકા, યુરોપ, લંડન કે જયા વિદેશની ધરતી પર ભકતોએ ઓનલાઈન અને સોશિયલ મીડીયાના માધ્યમથી રમાનાથદાદાની વરણાંગીના દર્શનાકર્યો તેમજ સાકર, દુધ, કોલ્ડ્રીકસ, મીઠાઈ, પેટીસ, ફરાળી, ચેવડો લાડુ સહિતનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમજ રાસમંડળી, ધૂનમંડળીએ અલગ અલગ રાસ રજૂ કર્યા હતા. ડમરૂ વાદકોએ સતત ડમરૂ વગાડયું તુ દાદા જે રસ્તે નીકળવાના હતા ત્યાં અનેક ચોકમાં રોડ રસ્તાની સાફ સફાઈ કરી અનેક ચોકમાં લાલજાજમ બિછાવવામાં આવી હતી.
વરણાગી પહેલા દાદાની મહાપૂજા અભિષેક કરાયો હતો. રામનાથદાદા નીજ મંદિર રાત્રે પહોચ્યા હતા. વરણાંગીમાં જય રામનાથ અને જય સોમનાથના નાદ ગુંજી ઉઠ્યા હતા. ભકતોએ દાદાને ફૂલહાર પહેરાવી તેની આરતી પણ ઉતારી હતી. દાદાના ચરણે શીશ ઝુકાવવા માટે અને તેમનું સ્વાગત કરવા માટે ભકતોની ભારે ભીડ રહી હતી. યુવાનોએ સતત દાદા ઉપર ફૂલવર્ષા કરી હતી. વરણાગીમાં જે યુવાનોએ રથ ખેંચે હતો. તેમણે ધોતી અને કૃર્તિ ધારણ કર્યા હતા. અને ઉઘાડા પગે આખી વરણાગી પૂર્ણ કરી હતી. તેમજ દાદાજે સ્થળેથી પસાર થયા ત્યારે વ્યવસ્થા જળવાય રહે તે માટે યુવાનોએ એકબીજાના હાથ પકડીને આખી વરણાગીમાં રીંગ કરી હતી.
રામનાથ મહાદેવની વર્ણાંગીના ભાવભેર વધામણા: મહંત હરસુખગીરી ગોસ્વામી
અબતક સાથેની વાતચીતમાં મહંત હરસુખગીરી ગોસ્વામીએ જણાવ્યુંં હતુ કે, રામનાથ મહાદેવની 101મી વર્ણાંગી નીકળી હતી. આસ્થાનું કેન્દ્ર મનોકામના પૂર્ણ કરનાર રામનાથ મહાદેવની વર્ણાંગીમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા. શિવની ભકિતની સંસાર રૂપી સાગરમાંથી તરી જવાય છે. ઢોલ ડી.જે.ના નાદથી રામનાથ મહાદેવએ નગરચર્યા કરી ભકતોમાં અનેરો ઉત્સાહ થકી નાચ-ગાનથી વર્ણાંગીમાં જોડાયા. શિવ આપણા ઈષ્ટદેવ છે. જેમ કુળદેવીનું પૂજન કરીએ એમ શિવના પૂજનથી કલ્યાણ થાય છે. શહેરીજનોએ રામનાથ મહાદેવના ભાવભેર વધામણાં કર્યા હતા. અને હર હર મહાદેવના ગગનચૂંબી નાદથી સૌ વર્ણાંગીમાં જોડાઈને રામનાથ મહાદેવના દર્શનનો અમૂલ્ય લ્હાવો લીધો હતો.