’અબતક’ની મુલાકાતમાં સનાતન હિંદુ સંગઠનના આગેવાનોએ ધર્મોત્સવની વિગતો આપી ધર્મ પ્રેમીઓને મહોત્સવમાં જોડાવવા કર્યો અનુરોધ
ભગવાન રામચંદ્રજી મહારાજ ના પ્રાગટ્ય મહોત્સવ ની ભવ્ય ઉજવણીનું રાજકોટમાં સનાતન હિંદુ સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું છે. અબ તકની મુલાકાતે આવેલા જેન્તીભાઈપટેલ, જયવીરસિંહ જાડેજા ,દિલીપભાઈ સોલંકી, દાનાભાઈ આહીર, અશ્વિનભાઈ ગોહેલ, જીગ્નેશભાઈ આહીર, એ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટમાં દર વર્ષની જેમ આ વખતે પણ રામનવમીની ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે .
તારીખ 30 માર્ચ ના રોજ રામજી મંદિર જુના ગણેશ નગર શેરી નંબર 3 ખાતેથી સવારે 9:00 વાગે સંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ શોભાયાત્રા યાત્રાનો પ્રારંભ થશે, આ શોભાયાત્રા સવારે 9:00 વાગે રામજી મંદિર જુના ગણેશ નગર થી નીકળીને મુરલીધર ચોક, ડીકે પાન ચોક, ધનંજય હોલ સર્વિસ રોડ; કોઠારીયા ચોકડી, તિરૂપતિ પાણીના ટાંકા; માટેલ ચોક; વિવેકાનંદ સ્કૂલ થઈ ગોકુલ પાર્ક મેન રોડ થી રણુજા મંદિર પહોંચશે, ત્યાં ભાવિકો માટે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કરવામાં આવેલા શોભાયાત્રા ના આયોજન માં સંપૂર્ણ માર્ગદર્શન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ના પ્રાંત મંત્રી જયંતીભાઈ પટેલઆપી રહ્યા છે, તેમની સાથે દિલીપભાઈ સોલંકી; દાનાભાઈ આહીર, જયવીર સિંહ જાડેજા, ભુપતભાઈ , વિજયભાઈ પ્રભાતભાઈ જલુ રામભાઈ ડાંગર ,ધર્મેશભાઈ દિહોર, અશ્વિનભાઈ ગોહિલ, વજુભાઈ મહેતા સહિતના આગેવાનો આયોજનને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે આ ધર્મસ્થાનો લાભ લેવા બજરંગ દળ ના દિલીપભાઈ સોલંકી એ અનુરોધ કર્યો છે