સૌની યોજના હેઠળ આજીડેમમાં આવેલા નર્મદા નીરના વધામણા કરવા માનનીય વડાપ્રધાન અને આજીડેમની સાથે જોડાયેલી આજી નદીને કઈક અલગજ રૂપ મળે એ માટે અત્યાર સુધી ક્યારેય ન થયું હોય એ રીતે આજે એક દિવસીય આજી શુદ્ધિકરણ મહા અભિયાન થયું હતું.ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા.આજી નદીના સામુહિક સફાઈ અભિયાનનો આજનો દિવસ રાજકોટના ઇતિહાસમાં સુવર્ણ દિવસ સાથે સરખાવી આજી નદીના નવા શણગાર અને સુરક્ષા માટે રાજ્ય સરકાર તરફથી ૫૧ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી.

આજી નદી એ કાંકરિયા રીવરફ્રન્ટજેવી નદી છે.અને તેને ડેવલોપ કરવામાટે રાજ્યસરકાર ખુબજ મહેનત કરીરહી છે.આજી નદીપર બાગ બગીચા હેતુસર ૫૧ કરોડ ફાળવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએકે આજીના સફાય અભિયાન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ ઈ-વેસ્ટ એપ પણ લોન્ચ કરી હતી.હવે મહાનગરપાલિકા મારફતે ઘરે ઘરેથી ઈ-વેસ્ટ(વીજ ઉપકરણો)નું એકત્રીકરણ કરી પર્યાવરણને નુકશાન થતું અટકાવવાનો પ્રયાસ કરનાર રાજકોટ ગુજરાતનું એવું પહેલું શહેર બનશે.આજ રીતે રાજકોટ કચરાપેટી મુકત બન્યાની જાહેરાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.