પૃથ્વીથી માત્ર ૧૮૦ મીલીયન પ્રકાશ વર્ષ દૂરથી પસાર થનાર પદાર્થ અંગે સંશોધકોમાં ભારે ઉત્સુકતા
પૃથ્વીથી એકદમ નજીકથી એક થીજેલો અવકાશી પદાર્થ આગામી તા.૨૮મીના રોજ પસાર થશે તેવું સંશોધકોનું કહેવું છે. આ ઘટના કરોડો વર્ષે એકવાર બને છે. કોસ્મો-કેમીકલ ઈતિહાસમાં આવું પ્રથમ વખત બનશે જ્યાં બરફથી થીજેલો અવકાશી પદાર્થ પૃથ્વીની એકદમ નજીકી પસાર થતો હશે. અગાઉ આ પદાર્થ આપણી આકાશગંગાથી દૂર જઈ રહ્યો હતો પરંતુ હવે તેણે દિશા બદલી છે.
આ પદાર્થને બીઆઈ બોરીસોવ નામ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી સૂર્ય માળામાં આ પદાર્થ ફરી રહ્યો હતો. હવે તેણે દિશા બદલી પૃથ્વી તરફ પ્રયાણ કર્યું છે. આ પદાર્થ તા.૨૮ના રોજ પૃથ્વીથી ૧૮૦ મીલીયન પ્રકાશવર્ષ દૂરી થી પસાર થશે તેવું અવકાશ શાસ્ત્રીઓનું માનવું છે. બે વર્ષ પહેલા સંશોધકોએ આ પદાર્થ આપણી સોલાર સીસ્ટમમાં હોવાનું શોધી કાઢ્યું હતું. જો કે, ત્યારબાદ આ પદાર્થ આપણી આકાશગંગાથી બહાર જતો હોવાનું સામે આવ્યું હતું.
હવે બીઆઈ બોરીસોવ પૃથ્વીથી માત્ર ૧૮૦ મીલીયન પ્રકાશવર્ષ દૂરીથી જ પસાર થવાનો હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકોએ આ પદાર્થ પરથી સંશોધન કરવા માટે ટીમ તૈયાર કરી છે. ટેલીસ્કોપ મુકાઈ ગયા છે. અગાઉ આ પદાર્થ એલીયન શીપ હોવાની માન્યતા જોવા મળી હતી પરંતુ ત્યારબાદ ફલીત થયું હતું કે, આ એક ઉલ્કાપીંડ સમાન પદાર્થ છે જે આખે આખો બરફથી ઘેરાયેલો છે. આ ઉલ્કાપીંડમાં મોનોકસાઈડ અને અન્ય ઝેરી તત્ત્વો હોવાનું માનવામાં આવે છે.
તાજેતરમાં અવકાશ શાસ્ત્રીઓએ આ પદાર્થ મામલે અભ્યાસ કર્યો હતો. આ પદાર્થથી પૃથ્વી ઉપર કોઈ ખતરો ન હોવાનું પણ માનવામાં આવે છે. ઓન્ટારીયોમાં આવેલી મેક માસ્ટર યુનિવર્સિટીના સંશોધકો આ પદાર્થ પર સતત ધ્યાન રાખી રહ્યાં છે. પદાર્થમાં રેડીયેશન હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. માટે જ્યારે આ પદાર્થ આગામી તા.૨૮ના રોજ પૃથ્વીની નજીકી પસાર થશે ત્યારે તેના સંશોધનમાં વૈજ્ઞાનિકોને ઉંડો રસ પડી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.