આગામી ૨૯મીએ રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળવાની છે. જેમાં સવાલોની સટાસટી બોલશે. કુલ ૫૫ પ્રશ્ર્નો બોર્ડ માટે આવ્યા છે જેમાંથી ભાજપનાં ૧૪ કોર્પોરેટરોએ ૧૬ પ્રશ્ર્નો મુકયા છે અને કોંગ્રેસનાં ૧૪ કોર્પોરેટરોએ ૩૯ પ્રશ્ર્નો મુકયા છે.
રાજકોટ મહાપાલિકાની જનરલ બોર્ડની મીટીંગ તા.૨૯નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં અલગ-અલગ વોર્ડનાં અલગ-અલગ કોર્પોરેટરો દ્વારા ૫૫ જેટલા પ્રશ્ર્નો બોર્ડમાં મુકવામાં આવ્યા છે. જનરલ બોર્ડમાં પહેલો પ્રશ્ર્ન પ્રિતીબેન પનારાનો રહેશે ત્યારબાદ ઘનશ્યામસિંહ જાડેજાનાં બે પ્રશ્ર્ન, મનસુખભાઈ કાલરીયાનાં ત્રણ પ્રશ્ર્ન, આશિષભાઈ વાગડીયાનો એક પ્રશ્ર્ન, મનીષભાઈ રાડીયાનો એક પ્રશ્ર્ન, રાજુભાઈ અઘેરાનાં બે પ્રશ્ર્ન, જાગૃતિબેન ડાંગરનાં ત્રણ પ્રશ્ર્ન, અશ્ર્વિનભાઈ ભોરણીયાનો એક પ્રશ્ર્ન, અંજનાબેન મોરજરીયાનો એક પ્રશ્ર્ન, મુકેશભાઈ રાદડિયાનો એક પ્રશ્ર્ન, વશરામભાઈ સાગઠીયાનાં ત્રણ પ્રશ્ર્ન, રેખાબેન ગજેરાનાં ત્રણ પ્રશ્ર્ન, અનીતાબેન ગોસ્વામીનો એક પ્રશ્ર્ન, દિલીપભાઈ આસવાણીનાં ત્રણ પ્રશ્ર્ન, નીતિનભાઈ રામાણીનો એક પ્રશ્ર્ન, જાગૃતિબેન ઘાડીયાનાં બે પ્રશ્ર્ન, ડો.દર્શિતાબેન શાહનો એક પ્રશ્ર્ન, પાબેન શીલુનો એક પ્રશ્ર્ન, શિલ્પાબેન જાવીયાનો એક પ્રશ્ર્ન, જયમીનભાઈ ઠાકરનો એક પ્રશ્ર્ન, ઉર્વશીબા જાડેજાનાં ત્રણ પ્રશ્ર્ન, સીમીબેન જાદવનાં ત્રણ પ્રશ્ર્ન, જયાબેન ટાંકનાં ત્રણ પ્રશ્ર્ન, વિજયભાઈ વાંકનાં બે પ્રશ્ર્ન, અતુલભાઈ રાજાણીનાં બે પ્રશ્ર્ન, રસીલાબેન ગેરૈયાનાં ત્રણ પ્રશ્ર્ન, વલ્લભભાઈ પરસાણાનાં ત્રણ પ્રશ્ર્ન અને હારૂનભાઈ ડાકોરાનાં ત્રણ પ્રશ્ર્ન સહિત કુલ ૫૫ પ્રશ્ર્નો જનરલ બોર્ડમાં મુકવામાં આવ્યા છે.