મંગળ ૧૩મીએ સૂર્યની ૨ કરોડ કિલોમીટર નજીક સરકી જશે: વર્ષ ૨૦૩૫માં ફરીથી આ ખગોળીય ઘટનાનું પુનરાવર્તન થશે
આગામી થોડા દિવસોમાં અવકાશમાં એક અભૂતપૂર્વ ઘટના બનવા જઇ રહી છે. જ્યાં પૃથ્વી બાદ સૌથી લોકપ્રિય ગણાતો ગ્રહ મંગળ સૂર્યની એકદમ નજીક આવી જશે એટલે કે બંને ગ્રહો વચ્ચેનું અંતર ઘટી જશે. તાજેતરમાં જ મંગળ અને પૃથ્વી વચ્ચેનું અંતર પણ ઘટી ગયું હતું. બંને વચ્ચે માત્ર ૬.૨ કરોડ કિલોમીટર નું અંતર જ રહ્યું હતું. અહીં એ પણ નોંધનીય છે કે હવે સૂર્ય અને મંગળ વચ્ચે નું અંતર તીવ્ર ગતિએ ઘટશે. આ ઘટના બાદ વર્ષ ૨૦૩૫મા પણ આવી જ ખગોળીય ઘટના સામે આવશે તેવું સંશોધકોનું માનવું છે. મંગળ ખગોળીય દ્રષ્ટિએ તો મહત્વનું સ્થાન ધરાવે જ છે અલબત્ત જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ મંગળનું સ્થાન અનેરૂ છે. મંગળ એ બહિર્વતિ ગ્રહ છે. બીજા બહિર્વતિ ગ્રહો ગુરુ અને શનિ કરતાં પૃથ્વીથી નજીક છે. પૃથ્વી કરતાં નાનો ગ્રહ છે. તેનો વ્યાસ લગભગ ૪૨૦૦ માઈલ છે. મંગળ એક રાશિમા લગભગ દોઢ માસ રહે છે. તેને રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં આશરે ૧૮ માસ લાગે છે. ૮૦ દિવસ સુધી વક્રી બને છે.
મંગળ એ યુધ્ધ દેવતા છે. ગ્રહોમાં સેનાપતિ છે. યુધ્ધ અને સૈનિકો સાથે સંબંધ ધરાવતો ગ્રહ છે. તે લડાયક, વાદ-વિવાદ કરનાર અને ઉતાવળે નિર્ણયો લેનાર ગ્રહ છે. શૌર્ય, પરાક્રમ, ભાઈ-ભાંડુ, હિમત, સાહસ, વીરતા, ઉત્સાહ, આવેશ, ગુસ્સો, ધગશ, અકસ્માત, હિંસા, યંત્ર શસ્ત્ર અને શસ્ત્ર વિદ્યાનો કારક છે. શરીરમાં લોહી, સ્નાયુ, મજ્જા, ઈન્દ્રિયો, મસ્તક, મુખ અને ડાબા કાન પર આધિપત્ય ધરાવે છે. આ ઉપરાંત શરીર પર થતાં ઘા, ઘસરકા, કાપાઓ અને દાઝવાનો કારક ગ્રહ છે. આવા સમયે આકાશ ગંગામાં મંગળ અને સૂર્ય એક બીજાથી એકદમ નજીક અને સામસામે આવી જાય તેવી ઘટના ઘટવા જઈ રહી છે એકંદરે મંગળ અને સૂર્ય વચ્ચેનું અંતર બે કરોડ કિલોમીટર જેટલું ઘટી જશે અવકાશમાં આ પ્રકારની ઘટનાઓ કરોડો વર્ષો બાદ બનતી હોય છે જોકે આવો નજારો આગામી ૨૦૩૫માં પણ જોવા મળશે.
મંગળ અને સૂર્ય વચ્ચે અંતર
પૃથ્વી અને અને મંગળ વચ્ચે ૫.૮ કરોડ કિમીનું અંતર છે. ગત ૬ઠ્ઠી તારીખે બંને ગ્રહ વચ્ચે સૌથી ઓછું અંતર હતું. બીજી તરફ મંગલથી સૂર્ય વચ્ચેનું અંતરમાં ૨.૧ કરોડ કિમીનો ઘટાડો આગામી ૧૩મીએ થશે.
લાલગ્રહ ઉપર સજીવ શ્રુષ્ટિની સંભાવના!!
મંગળ સૂર્ય માળાનો ચોથો ગ્રહ છે. તે લાલ રંગનો હોવાથી ગ્રીક અને અન્ય પુરાણકથાઓમાં યુધ્ધનો દેવતા કહેવાય છે. માર્ચ મહિનાનું નામ મંગળ પરથી પડયું છે. પૃથ્વી સિવાય મંગળ ઉપર સજીવ સૃષ્ટિની સંભાવના વધુ છે એટલે સંશોધકો અને વિજ્ઞાાન કથાઓમાં મંગળ લોકપ્રિય ગ્રહ છે. જો કે હજી સુધી મંગળ પર સજીવ હોવાનો પુરાવો મળ્યો નથી.
મંગળ પૃથ્વી કરતા નાનો, ત્યાં સમુદ્ર નહી હોવાથી જમીનની સપાટી પૃથ્વી કરતાં વધુ
મંગળ સૂર્યની પ્રદક્ષિણા લંબગોળ ભ્રમણ કક્ષામાં કરે છે. તેની સપાટીનું તાપમાન લગભગ માઈનસ ૫૫ સેલ્શિયલ ડિગ્રી રહે છે. પૃથ્વીની જેમ મંગળ પર પણ ઋતુઓ સર્જાય છે. શિયાળામાં તેનું તાપમાન ઘટીને માઈનસ ૧૩૩ ડિગ્રી થાય છે. મંગળ પૃથ્વીથી ઘણો નાનો છે. પરંતુ ત્યાં સમુદ્ર નહી હોવાથી જમીનની સપાટી પૃથ્વી કરતાં વધુ છે.
મંગળ ઉપર હિમાલય કરતા પણ ઊંચા પર્વત!!
મંગળ ઉપર હિમાલય કરતાં પણ ઊંચો પર્વત ઓલિમ્પસ માન્સ ૭૮૦૦૦ ફૂટ ઊંચો છે. મંગળને બે ચંદ્ર છે તેના નામ ફોબોસ અને ડીમોસ છે. મંગળ ૬૮૭ દિવસમાં સૂર્યની એક પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી પરથી મંગળ નરી આંખે દેખાય છે. પૃથ્વીની જેમ મંગળ પર પણ ઋતુઓ સર્જાય છે. શિયાળામાં તેનું તાપમાન ઘટીને માઈનસ ૧૩૩ ડિગ્રી થાય છે. મંગળ પૃથ્વીથી ઘણો નાનો છે.