યુવા મહા અધિવેશન તથા મુખ્યમંત્રી ‚પાણીના અભિવાદન સહિતના કાર્યક્રમો: આગેવાનો અબતકની મુલાકાતે

ગીરનારા પરજીયા સોની જ્ઞાતિ યુવક મંડળ રાજકોટને સામાજીક સંસ્થા બન્યા બાદ સમાજ સેવાના કાર્યોમાં ૨૫માં જયંતિ વર્ષ ઉજવી રહ્યું છે.

યુવક મંડળ રાજકોટ સ્થાપનાથી લઇ આજ સુધી પોતાના સુત્ર એકતા માં સફળતા ને સાર્થક કરવામાં સફળ રહ્યું છે. ૧૫૦ સભ્યોના આ યુવક મંડળેવિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં અનેરુ સ્થાન મેળવેલ છે. અને જ્ઞાતિના યુવાનોમાં એકતા, લાગણી, જ્ઞાતિ ભાવના અને સંગઠન જાળવવામાં મહત્વનું પ્રદાન રહ્યું છે.

આ એકતા અને સંગઠનના પાયાને વધુ મજબુત બને અને સમગ્ર જ્ઞાતિના યુવાનોમાં આ પ્રેરણા બની રહે તેવા ઉમદા હેતુ સાથે ૨૫માં રજત વર્ષના ઉપક્રમે સમસ્ત ગીરનારા પરજીયા સોની જ્ઞાતિના યુવક મંડળોનું યુવા મહા અધિવેશન રાજકોટ યુવક મંડળ યોજી રહ્યું છે.

તા. ૭/૫ નેરવિવારના રોજ રાજકોટ ખાતે આ વિશાળ યુવા મહાઅધિવેશન યોજાશે. જ્ઞાતિમાં પ્રથમ વખત યોજાનાર આ યુવા મહા અધિવેશન માં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની વિશેષ ઉપસ્થિતી રહેશે.

સાથોસાથ આ કાર્યક્રમમાં જ્ઞાતિના વ્યકિત વિશેષ જેઓએ ત્રણ દાયકાની જ્ઞાતિ સેવાના કાર્યમાં તન,મન, ધન ઉપરંાત વિશિષ્ટ કાર્યો કરી જ્ઞાતિને અગ્રતા તેમજ જ્ઞાતિ ઉત્કર્ષમાં મહત્વનું યોગદાન આપ્યું છે. એવા આદર્શ વડીલ ચીમનલાલ લાલજીભાઇ લોઢીયા (શ્રી ચીમનકાકા)નું

જ્ઞાતિની ૫૧ સંસ્થાઓ દ્વારા સનન કરવામાં આવનાર છે અને સમસ્ત જ્ઞાતિ વતિ જ્ઞાતિ રત્નથી નવાજવામાં આવશે.

આ અધિવેશનમાં ભુવેનેશ્ર્વર, ઓરિસ્સા, મુંબઇ, નવસારી, સુરત, વડોદરા, ,અમદાવાદ, જામનગર, પોરબંદર, દ્વારકા, જામખંભાળીયા, લાલપુર, રાણાવાવ, જામરાવલ, માધવપુર, વેરાવળ, દીવ, માળીયા હાટીના, કેશોદ, માંગરોળ, વંથલી જુનાગઢ, તાલાલા, ઉપલેટા કુતિયાણા ગોંડલના જ્ઞાતિજનો સામેલ છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સેવામંડળ રાજકોટ ના મંત્રી નીતીન ઘુટલા, પ્રફુલભાઇ લોઢીયા, મહેશભાઇ લોઢીયા, રજનીભાઇ લોઢીયા, રાજુભાઇ ભીડી તેમજ યુવક મંડળના નીતેષ ઘુટલા, ગોપાલ પાલા, અશ્ર્વિન લોઢીયા, પરીન પાલા, મયુર પાલા, રવિ પાલા, બલરામ જોગીયા, વિરેન્દ્ર પાલા, સંજય લોઢીયા, મઘ્યેશ લોઢીયા, શીકલ લોઢીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.