ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા
નિ:શુલ્ક સેમિનારમાં તમામ સમાજના યુવાઓ ઉ5સ્થિત રહી શકશે
શ્રી ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા રાજકીય કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે, સર્વ જ્ઞાતિના લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, રાજકારણમાં પ્રવેશ કરવા કડીરૂપ બનતું માર્ગદર્શન એટલે રાજકીય કારકિર્દી ઘડવામાં ચાવીરૂપ બનતો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે,
શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અનેક સેવાકીય પ્રવૃત્તિની જ્યોત જલાવી છે. સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે ખોડલધામ ટ્રસ્ટ સર્વ સમાજના હિત માટે પણ કાર્ય કરવા માટે જઈ રહી છે ત્યારે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ એટલે કે KDVS મુખ્ય ત્રણ પી થીયરી પર કામ કરે છે. ફર્સ્ટ થિયરી એટલે પોલીસ પોલીસમાં વધુમાં વધુ વ્યક્તિઓને સરકારી નોકરીઓ તરફ જોડી અને સરકારમાં નોકરી કરે તે માટે કલાસ ચલાવી અસંખ્ય લોકો સરકારની પરિક્ષા પાસ કરી અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે
બીજી પી એટલે પ્રેસ – વધુમાં વધુ વ્યક્તિઓ પ્રેસ મીડિયામાં જોડાય એને ફોટોગ્રાફરથી લઈને તંત્રી તથા ચેનલ હેડ બને તે માટે કડીરૂપ બનતું સંગઠન અને ત્રીજો પી એટલે પોલિટિક્સ – વધુમાં વધુ વ્યક્તિઓ રાજકારણમાં જોડાઈ અને રાજકારણના માધ્યમથી સમાજથી સમગ્ર રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બને એ માટે નું સંગઠન.
ત્યારે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા સર્વ જ્ઞાતિઓ માટે રાજકીય કારકિર્દી ઘડવા માંગતા લોકો માટે સેમિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનાર આગામી રવિવારે તારીખ 25ના રોજ સવારે 9 વાગ્યાથી કાર્યક્રમનું આયોજન શ્રી સરદાર પટેલ ભવન, માયાની નગર, માલવિયા પોલીસ ચોકી વારી શેરી, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે,
આ સમગ્ર કાર્યક્રમમાં રાજકીય કારકિર્દી અંગે માહિતગાર કરવા માટે રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપભાઈ ડવ વિશેષ ઉપસ્થિત રહેવાના છે, અને વિદ્યાર્થીઓને અને યુવાનોને માહિતગાર કરવાના છે, મેયરની રાજકીય સફર વિશે વાત કરવામાં આવે તો સામાન્ય કાર્યકર થી મહેનત કરતા કરતા આજે તેવો રાજકોટના પ્રથમ નાગરિક એટલે કે મેયર તરીકેના પદને શોભાવી રહ્યા છે, ત્યારે એમના અનુભવના નીચોડ અંગેનું માર્ગદર્શન તેઓ આપવાના છે, સાથે સાથે બીજા વક્તા તરીકે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલના દીકરા શિવરાજભાઈ નરેશભાઈ પટેલ પણ રાજકીય કારકિર્દી અંગેનું વક્તવ્ય આપવાના છે, ખોડલધામ ટ્રસ્ટ સર્વસમાજ સેવા થી લઇ રાષ્ટ્ર સેવાના સંકલ્પને સાકાર કરવા આગેકૂચ કરી રહી છે ત્યારે સર્વજ્ઞાતિઓ અને સર્વ સમાજને સાથે લઈ અને ખોડલધામ દ્વારા આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આ સેમિનારમાં 15 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના વ્યક્તિઓ ભાગ લઈ શકે છે
આમ પણ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ એટલે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ની યુવા પાંખ છે, અને વિદ્યાર્થી એટલે વ્યક્તિના જન્મ થી લઈને મૃત્યુ સુધી એ વ્યક્તિ જીવનના દરેક રંગમંચ પર કઈક શીખતો જ આવ્યો છે એટલા માટે એમને વિદ્યાર્થી કહેવામાં આવ્યો છે, ત્યારે KDVS ની રચના નરેશભાઇ પટેલની પ્રેરણાથી અને સંજયભાઈ પાદરીયાના માર્ગદર્શનથી કરવામાં આવી છે, હાલમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એમના પ્રતિનિધિત્વ અને હોદ્ેદારોની પણ તાજેતરમાં જ નિમણૂકો કરવામાં આવી છે, ખોડલધામ ટ્રસ્ટ કાગવડની યુવા પાંખ એક યુવાનનું મજબૂત સંગઠન છે. જેમાં સમગ્ર ગુજરાતમાં 10 હજાર થી વધુ યુવાનો સંગઠનની અંદર જોડાઈને સેવા કરી સમાજ સેવા થી રાષ્ટ્ર સેવાના સંકલ્પના સાકાર કરી રહ્યા છે.
સમગ્ર માહિતી આપવા માટે ‘અબતક’ની મુલાકાતે હાર્દિકભાઈ સોરઠીયા મો. 9033507931, રાજકોટ શહેર મુખ્ય ક્ધવીનર અને KDVS કોર કમિટીના સભ્ય તથા રાજકોટ શહેરના સહ ક્ધવીનર ગૌરવભાઈ અમીપરા, અંકિતભાઈ ભુવા, નિખિલભાઇ સોરઠીયા, અભિષેકભાઈ રાખોલીયા અને મોહિતભાઈ લિમ્બાસિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.