લોધિકા સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા
૨૦ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે: ૮૬થી વધુ આઈટમો કરિયાવર‚પે ભેટ: નરેશભાઈ પટેલ, જયેશ રાદડિયા, વસંત ગજેરા, મહેશ સવાણી સહિતના મહાનુભાવો હાજરી આપશે: ૧૫૦૦૦થી વધુ લોકો માટે મહાપ્રસાદ: આગેવાનો ‘અબતક’ના આંગણે
લોધીકા તાલુકાના પાંભર ઈંટાળા ગામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૩/૩/૨૦૧૯ના રવિવારના રોજ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ લોધીકા દ્વારા ચતુર્થ સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ૨૦ નવ દંપતીઓ પ્રભુતાના પગલા માંડશે. આ સમુહલગ્નોત્સવમાં જોડાવનાર નવ દંપતીઓને કરિયાવરમાં સોના-ચાંદી તેમજ ઘરવખરીની ૮૬થી વધુ આઈટમો કરિયાવરમાં આપવામાં આવશે જેવી કે સોનાની બુટી, સોનાના દાણા, ચાંદીના સાંકળા, ચાંદીના કડા, કબાટ, શેટી, ગાદલા, ટ્રીપોઈ, સ્ટીલ આઈટમ કીટ, કિચનવેર કીટ જેવી વિવિધ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે.
આ કાર્યક્રમ પ્રસંગે નરેશભાઈ પટેલ (પ્રમુખ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ), જયેશભાઈ રાદડિયા (કેબિનેટ મંત્રી), ચેતનાબેન રાદડિયા, વસંતભાઈ ગજેરા, મહેશભાઈ સવાણી, શિવલાલભાઈ વેકરીયા, ઘનશ્યામભાઈ પાંભર, વિવેકસાગરદાસજી સ્વામી, છગનભાઈ મોરડ, ડી.કે.સખીયા, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ રાણપરીયા, કેશુભાઈ વૈષ્ણવ, ધનસુખભાઈ ભંડેરી, રાજુભાઈ હિરપરા, જેન્તીભાઈ કુંભાણી, પરેશભાઈ ગજેરા, મહેશભાઈ મુંજપરા, ચેતનભાઈ રામાણી, વિજયભાઈ સખીયા તથા અન્ય જ્ઞાતિરત્નો ઉપસ્થિત રહેશે.
આ સમુહલગ્નોત્સવના પ્રસંગે પધારનાર આમંત્રિત મહેમાનો તેમજ કરિયાવરમાં સહયોગ આપનાર દાતાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. આ સમુહલગ્નોત્સવમાં આશરે ૧૫૦૦૦ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લેશે.
તાજેતરમાં કાશ્મીરના પુલવામાં ગોઝારા આતંકી હુમલામાં ૪૫ જવાનો શહિદ થયા છે ત્યારે માં ભોમની રક્ષા કરતા શહિદ વિરોના પરિવારો વિકટ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા હોય ત્યારે આવા જ રાજસ્થાન અને ગુજરાતના ૫ શહીદ વીરોનાં પરિવારોને મદદરૂપ થવા આર્થિક સહાય માટે વતન કે રખવાલે સોશ્યલ ગ્રુપ-રાજકોટ ચેરમેન ઘનશ્યામભાઈ પાંભર તા.૩/૩/૨૦૧૯ રવિવાર અને સાંજે ૪ કલાકે પાંભર ઈંટાળા તા.લોધીકા જી.રાજકોટ મુકામે શ્રદ્ધાસુમન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જે શહિદ પરિવારોને વતન કે રખવાલે સોશ્યલ ગ્રુપ-રાજકોટ દ્વારા આર્થિક સહાય આપવામાં આવી રહી છે. તેમાં શહીદ બજરંગલાલ બિસ્નોઈ (રાજસ્થાન), શહીદ કિશનસિંહ હનુમાનસિંહ રાજપુત (રાજસ્થાન), શહીદ પ્રભુસિંહ ચન્દ્રસિંહ રાજપુત (રાજસ્થાન), શહિદ દિલીપસિંહ ભપતસિંહ ગોહિલ (ગુજરાત), શહિદ પરમાર દેવાભાઈ હાજાભાઈ (ગુજરાત)ના નામનો સમાવેશ થાય છે તો આ શહિદવીરોને શ્રદ્ધાંજલી અને શહિદ પરિવારોના આર્થિક સહાય કાર્યક્રમમાં પધારવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.
વતન કે રખવાલે સોશ્યલ ગ્રુપ સુરત દ્વારા સુરતમાં આ કાર્યક્રમના પ્રણેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રેરણા અને સલાહ સુચન મુજબ વતન કે રખવાલે ટ્રસ્ટ બનાવેલ આથી દેશની સેવા કરવા માટે એકતા અને સંગઠન બને તે માટે વિઠ્ઠલભાઈ રાદડિયાના નેજા હેઠળ આશરે ૩ વર્ષ પહેલા સુરત જિલ્લામાં કાર્યક્રમ કરવામાં આવેલો તેમાં મહેશભાઈ સવાણી, જયેશભાઈ રાદડિયા, ઘનશ્યામભાઈ પાંભર, બટુકભાઈ મોવલિયા દ્વારા ઉરીમાં શહિદ થયેલા જવાનોના પરીવારને ચેક અર્પણ કરીને દેશભકિતની મશાલ કાયમ કરેલી. કાર્યક્રમને સફળ બનાવવા આગેવાનો ઘનશ્યામભાઈ પાંભર, છગનભાઈ મોરડ, જેન્તીભાઈ સરધારા, વલ્લભભાઈ તારપરા, દિનેશભાઈ પરસાણા, કિશોરભાઈ ટીંબડીયા, પરેશભાઈ સરધારા, મિલનભાઈ પાંભર અને રાજુભાઈ જુંજા ‘અબતક’ના આંગણે પધાર્યા હતા.