ફેબ્રુઆરીમાં ૧૦૧ ક્ધયાઓનો સમુહ લગ્નોત્સવ યોજાશે: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત
દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ દ્વારા આગામી તા.૧૭/૧૧/૨૦૧૯ને રવિવારનાં રોજ સવારે ૯:૦૦ કલાકે હેમુગઢવી હોલ રાજકોટ ખાતે તેજસ્વી વિદ્યાર્થી સત્કાર સમારંભ તથા નૂતન વર્ષ સ્નેહમિલન અને ગુજરાત રાજયનાં ગોસ્વામી સમાજનાં સૌથી મોટા સંગઠન મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળનાં નિયુકત પદાધિકારીઓ તથા ગુજરાતનાં તમામ જિલ્લાનાં ટ્રસ્ટીઓને સન્માનવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ રાજકોટ છેલ્લા ૩૪ વર્ષથી ગોસ્વામી સમાજનાં વિકાસ અને સંગઠન માટેની વિવિધ પ્રવૃતિઓ કરે છે. આ વિદ્યાર્થી સન્માનનાં કાર્યક્રમમાં દર વર્ષે ૫૫૦ થી ૬૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. આ વર્ષે પણ ધો.૧ થી કોલેજ કક્ષા સુધીનાં ૮૦ ટકાથી વધુ માર્કસ મેળવતા ૫૨૫ જેટલા વિદ્યાર્થીઓ તથા વિશિષ્ટ સિઘ્ધિ મેળવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવનાર છે. આ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર, મીઠાઈ તથા ઈનામો રાજકોટનાં ગોસ્વામી સમાજનાં દાતાઓનાં સહકારથી આપવામાં આવશે. આ સંસ્થા દ્વારા આગામી ફેબ્રુઆરી ૨૦૧૦માં અમરેલી ખાતે ૧૦૧ ક્ધયાઓનાં ભવ્યાતિભવ્ય સમુહલગ્નનું આયોજન કરવામાં આવનાર છે.
કાર્યક્રમને સફળ બનાવવા આગેવાનો પી.ડી.ગોસ્વામી, જયોતિષગિરિ રામગિરિ, પ્રફુલગિરિ, ત્રિભુવનગિરિ, વિજયગિરિ, અમૃતગિરિ, મહેશગિરિ શંભુગિરિ, ડો.વી.જી.ગોસ્વામી, અજયવન રમેશવન, ધર્મેન્દ્રગિરિ ચતુરગિરિ, સુરેશગિરિ શાંતિગિરિ અને વિરલપુરી ધરમપુરીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.