મંત્રોચ્ચાર સાથે વૈદિક યજ્ઞ યોજાશે: ઓમ ઘ્વજ ફરકાવાશે
મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત આર્ય સમાજનો ૧૪૪મો સ્થાપના દિવસ ઋષી ભૂમિ ટંકારા ખાતે ધામધૂમથી ઉજવાશે આઝાદી માટે પ્રથમ ભારતના ઉદબોધકે અનેક કાતિકારી ને પ્રોત્સાહીત તથા સમાજ સુધારાના કાર્યો કર્યા હતા. જે આર્ય સમાજ આજે પણ કરી રહી છે.
ટંકારામાં જન્મેલા અને બાદમાં વિશ્ર્વ આખાને આર્ય બનોનું સુત્ર આપી આર્ય સમાજના સ્થાપક વૈચારીક કાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉતબોધન કુરીવાજ સતિપ્રથા જેવી બંદી સામે બંડ પોકારી વૈદિક ધર્મના પ્રચારક દ્વારા વિશ્ર્વકલ્યાણ માટે સર્વ પ્રથમ સન ૧૮૭૫માં ચૈત્ર સુદ ૧ ના રોજ મુંબઇ ખાતે આર્ય સમાજની સ્થાપના કરાઇ હતી ત્યારબાદ તો નગરો શહેરો અને કસ્બા પણ ઋષી ગાથાથી પ્રભાવિત થયા હતા.
જેનો આગામી ચૈત્ર સુદ ૧ ને તા. ૧૮-૩ ને રવિવારે ૧૪૪માં સ્થાપના દિને ટંકારા ખાતે વૈદિક મંત્રોચ્ચાર અને આર્યવિરો અને આર્ય વિરાગના સહીત વૈદિકયજ્ઞ બાદ ઓમ ઘ્વજ ફરકાવશે તો આર્ય સમાજ ત્રણ હાટડીમાં સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી કાર્યકમ રહેશે.
આ તકે સૌપ્રથમ આર્ય વિરો અને વિરાગના દસ નિયમો ઉપર પોતાની અભિવ્યકિત આપશે. બાદમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ પ્રસિઘ્ધ કોલમિસ્ટ નારણભાઇ પટેલ ઉપસ્થિત રહેશે મુખ્ય વકતાના વેદ સંદેશ માટે ઘનશ્યામ ચાવડા તથા ગુરુકુલના રામદેવ શાસ્ત્રી આશીવચન પાઠવશે.