જામનગર હાઇવે પર ગૌમાતાના સાનિઘ્યે રાસની રમઝટ માણવાનો પણ અવસર: આયોજકો ‘અબતક’ના આંગણે
જામનગર હાઇવે પર ક્રિકેટ ગ્રાઉન્ડ સામે આવેલી શ્રીજી ગૌશાળામાં આગામી તા. ૬ ને રવિવારે સાંજે ૫.૩૦ કલાકે વન ભોજન ઉત્સવ ઉજવાશે. આ અવસરની વિગતો આપવા પ્રભુદાસભાઇ તન્ના, વિનુભાઇ ડેલાવાળા, જેન્તીભાઇ નગદીયા, રમેશભાઇ ઠકકર, દિલીપભાઇ સોમૈયા, ચંદુભાઇ રાયચુરા, દિનેશભાઇ ધામેચા અને રમેશભાઇ સહીતના ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા.તેમણે કહ્યું હતું કે, આગામી તા.૬ ને રવિવારની સાંજે ૫.૩૦ વાગ્યાથી હળવા સંગીતના ઘ્વની અને રાસની રમઝટ સાથેના વન ભોજન ઉત્સવ ના સર્ંસ્થાના આયોજન પ્રમાણે ગૌપ્રેમી પરીવારો પોત પોતાના ઘેરથી થેપલા, સુકીભાજી, અથાણાં જેવા શ્રાવણીયા વ્યંજનો લઇને આવે અને ગૌશાળા દ્વારા સૌ માટે મસાલા ચા ની ચુશ્કી સાથે ગરમા ગરમ વણેલા મેથીયા ગાઠીયા, ગાજર ટમેટાના સંભારો તળેલા મરચા સાથે ગાયના દૂધની મધુરી છાશનું આયોજન ગૌશાળામાં જ કરવામાં આવશે. ઉપરાંત પરિવારીક ભોજન માણવા ડિસ્પોઝેબી ગ્લાસ ડીસીઝ અને મીનીરલ વોટર સહીતની સુવિધા પણ ગૌશાળા દ્વારા આયોજીત થનાર છે. શહેરભરના કોઇપણ ખૂણે વસતો ગૌપ્રેમી પરીવાર આ વનભોજન ઉત્સવમાં સમ્મીલીત થઇ ગૌશાળાનું આંગણુ પોતાનું ગણી પધારે તેવી સંસ્થા દ્વારા અપીલ કરાઇ છે. વળી વન ભોજનની સાથે સમગ્ર પરીવાર આનંદ પ્રમોદ માણી શકે એવા વિશાળ બે પ્રાંગણે બાગ-બગીચાઓ સુવિધાઓથી સુસજજ બે હાલ સહીતના આ ગૌતિર્થ સંકુલમાં ગૌ પ્રેમી પરીવારો માટે હળવ મ્યુઝીક સાથે કરાઓકે દ્વારા યાદગાર ફિલ્મી ગીતો ગાવા માણવાનો ઉ૫ક્રમે ઉપરાંત કાઠીયાવાડી લોક ગીતોના સથવારે ડાંડીયા અને રાસ ઉત્સવ માણવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવનાર છે.વધુ માહીતી માટે સંસ્થાના પ્રભુદાસભાઇ તન્ન મો. નં. ૯૮૨૫૪ ૧૮૯૦૦, જયંતિભાઇ નગદીયા મો. નં. ૯૪૨૭૪ ૨૯૦૦૧, વિનુભાઇ ડેલાવાળા, ભુપેન્દ્રભાઇ છાટબાર, તથા રમેશભાઇ ઠકકરનો સંપર્ક કરવા જણાવાયું છે.